WORLD : ઇરાનને શસ્ત્રો આપનારા દેશો પર અમેરિકાનો 50 ટકા ટેરિફ

0
27
meetarticle

ઇરાન સાથેના યુદ્ધવિરામની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જે દેશોએ ઇરાનને શસ્ત્રો આપ્યા અને મદદ કરી અમે તેના પર ૫૦ ટકા ટેરિફ લગાવી રહ્યા છીએ. 

અમેરિકન પ્રમુખે ઇરાન સાથે યુદ્ધવિરામ થયા પછી પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત જણાવી હતી. અમેરિકા હવે ઇરાન સાથે મળીને કામ કરશે. અમને તેમના અંગે નક્કી કર્યુ છે કે તે એક બહુ જ ફાયદાકારક શાસન પરિવર્તનમાંથી પસાર થયું છે. હવે યુરેનિયમ સંવર્ધન નહી થાય અને અમેરિકા ઇરાન સાથે મળીને જમીન અંદર દબાયેલી સારી પરમાણુ રજને ખોદીને કાઢશે. હાલમાં પણ આ કામ અત્યંત કડક સેટેલાઇટ દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. હુમલાની તારીખથી લઈને અત્યાર સુધી કોઈપણ ચીજને સ્પર્શ કરવામાં આવ્યો નથી. અમે ઇરાનના ટેરિફ અને પ્રતિબંધોમાં રાહત આપવાની વાત કરી રહ્યા છીએ. 

આગળ પણ તે કરતાં રહીશું. ૧૫ પોઇન્ટના મુદ્દામાંથી ઘણા પર સંમતિ બની ચૂકી છે. હવે જે પણ દેશ ઇરાનને લશ્કરી શસ્ત્રો પૂરા પાડશે તેને અમેરિકામાં આવતા તેના સામાનો પર ૫૦ ટકા ટેરિફ ભરવો પડશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here