WORLD : ઈરાનનો ‘પાવર પ્લે’: અમેરિકાને સોંપ્યો 10 મુદ્દાનો એજન્ડા, ઈસ્લામાબાદમાં થશે શાંતિ મંત્રણા

0
15
meetarticle

અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ બાદ હવે કૂટનીતિનો દોર શરૂ થયો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે પુષ્ટિ કરી છે કે આગામી શુક્રવાર, 10 એપ્રિલથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે ઐતિહાસિક વાતચીત શરૂ થશે. પાકિસ્તાનની મધ્યસ્થતામાં તૈયાર થયેલો આ શાંતિ પ્રસ્તાવ યુદ્ધને કાયમી ધોરણે ખતમ કરવાની આશા જન્માવી રહ્યો છે.

ઈરાનનો ’10-પોઈન્ટ્સ’ એજન્ડા: શું છે તેહરાનની માંગ?

ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, પાકિસ્તાન દ્વારા વ્હાઈટ હાઉસને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં નીચે મુજબના 10 મુખ્ય મુદ્દાઓ સામેલ છે:

અહિંસા પ્રત્યેની પ્રતિબદ્ધતા: બંને પક્ષો ભવિષ્યમાં હિંસા નહીં કરવાની શપથ લેશે.

હોર્મુઝ પર નિયંત્રણ: ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર ઈરાનનું વર્ચસ્વ જળવાઈ રહેવું જોઈએ.

યુરેનિયમ સંવર્ધન: શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમ સંવર્ધનની મંજૂરી.

પ્રાથમિક પ્રતિબંધો: અમેરિકા દ્વારા લાદવામાં આવેલા તમામ મુખ્ય પ્રતિબંધો નાબૂદ કરવા.

દ્વિતીય પ્રતિબંધો: ઈરાન સાથે વેપાર કરતા અન્ય દેશો પરના પ્રતિબંધો પણ હટાવવા.

UNSC ઠરાવો: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઈરાન વિરોધી તમામ પ્રસ્તાવોનો અંત.

બોર્ડ ઓફ ગવર્નર્સ: પરમાણુ એજન્સીના તમામ પ્રતિકૂળ ઠરાવો રદ કરવા.

વળતરની માંગ: યુદ્ધમાં થયેલા નુકસાન માટે ઈરાનને વળતર ચૂકવવું.

સૈન્ય વાપસી: પશ્ચિમ એશિયાના દેશોમાંથી અમેરિકન લડાકુ દળોની સંપૂર્ણ વાપસી.

વ્યાપક યુદ્ધવિરામ: લેબેનોનમાં હિઝબુલ્લાહ સહિતના તમામ મોરચે લડાઈ બંધ કરવી.ચીનની એન્ટ્રી અને ઈરાનના નવા સર્વોચ્ચ નેતાની મંજૂરી

અહેવાલ મુજબ, આ શાંતિ પ્રક્રિયામાં અંતિમ સમયે ચીને હસ્તક્ષેપ કર્યો હતો અને ઈરાનને લવચીક વલણ દાખવવા આગ્રહ કર્યો હતો. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામનેઈએ આ સીઝફાયરને લીલી ઝંડી આપી દીધી છે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સૈન્ય પ્રમુખ અસીમ મુનીરનો આભાર માન્યો છે.

ચિંતિત અમેરિકા અને ઈરાની વલણ

વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે સીઝફાયર ત્યારે જ અમલમાં આવશે જ્યારે હોર્મુઝનો માર્ગ તેલ પુરવઠા માટે ખુલ્લો થશે. બીજી તરફ, ઈરાને પણ મક્કમતાથી કહ્યું છે કે ભલે વાટાઘાટો શરૂ થઈ રહી છે, પણ અમારા હાથ હજુ પણ ‘ટ્રિગર’ પર છે. કોઈપણ પ્રકારની ભૂલનો પૂરો જવાબ આપવામાં આવશે. ઈસ્લામાબાદમાં આ વાતચીત 15 દિવસ સુધી ચાલે તેવી સંભાવના છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here