WORLD : ઈરાન-અમેરિકા યુદ્ધમાં ચિંતાજનક વળાંક! ટ્રમ્પનો યુરેનિયમ જપ્ત કરવાનો પ્લાન, 10 હજાર સૈનિક સ્ટેન્ડ-બાય

0
8
meetarticle

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વિશ્વ પર યુદ્ધના વાદળો ઘેરાયા છે. તાજેતરના અહેવાલો મુજબ, જો અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરશે તો ઈરાને વળતી જવાબી કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના યુરેનિયમ પર કબજો મેળવવા માટે એક જોખમી સૈન્ય અભિયાન પર વિચાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકાની 31મી મરીન એક્સપિડિશનરી યુનિટ મધ્ય પૂર્વમાં પહોંચી ગઈ છે અને અમેરિકન સેના જમીન પર સૈનિકો ઉતારવાની તૈયારીઓ કરી રહી છે.

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઈરાન પાસેથી આશરે 1,000 પાઉન્ડ યુરેનિયમ જપ્ત કરવાની યોજના છે. અમેરિકન અધિકારીઓના મતે આ કામ અત્યંત જટિલ અને જોખમી છે. પેન્ટાગોન આ ઓપરેશન માટે વધારાના 10,000 સૈનિકો તહેનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. જો આ ઓપરેશનને મંજૂરી મળશે, તો અમેરિકાના વિશેષ દળો ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે પરમાણુ મથકોને સુરક્ષિત કરી રેડિયોએક્ટિવ સામગ્રી બહાર કાઢશે. નિષ્ણાતોનું માનવું છે કે આ કોઈ નાનું ઓપરેશન નહીં હોય અને તે અઠવાડિયા સુધી ચાલી શકે છે.

બીજી તરફ, આ સંઘર્ષને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો પણ તેજ બન્યા છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા, તૂર્કીયે અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ સાથે બેઠક યોજી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ અટકાવવાનો અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો છે. જોકે, હજુ સુધી અમેરિકા કે ઈરાન આ વાતચીતમાં સામેલ થયા નથી. આ તણાવની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની આશંકાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here