WORLD : એપસ્ટિન ફાઇલ્સમાં કથિત વ્યવહારનો જવાબ બિલ ગેટસે લોકોને આપવો પડશે: મેલિન્ડા

0
14
meetarticle

એપસ્ટિન ફાઇલ્સમાં માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સનું નામ ઉછળ્યું તેના વિશે પ્રતિભાવ આપતાં બિલ ગેટ્સની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે એ સેક્સ ક્રિમિનલ સાથે તેના સંબંધને કારણે મારું ૨૭ વર્ષનું લગ્નજીવન ખતમ થઇ ગયું. નવા ડોક્યુમેન્ટમાં જાહેર થયેલા તેના વ્યવહારનો બિલ ગેટ્સે મને નહીં પણ લોકોને જવાબ આપવો પડશે.

બીજી તરફ એપસ્ટિન ફાઇલ્સમાં નામ ઉછળવાને પગલે પ્રિન્સ એન્ડ્ર્યુને વિન્ડસર સ્થિત તેમના વૈભવી મહેલ રોયલ લોજમાંથી બ્રિટનના રાજા ચાર્લ્સે રવાના કરી દીધાં હોવાના સમાચાર છે.

અમેરિકાના ન્યાય ખાતા દ્વારા જારી કરવામાં આવેલાં એપસ્ટિન સબંધિત ૩૫ લાખ પાનાનાં દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું હતું કે રશિયન છોકરીઓ સાથે સેક્સ કરવાને પગલે જાતીયસંસર્ગથી થતો રોગ થવાને પગલે તેના ઇલાજ માટે બિલ ગેટ્સે પોતાના એક સલાહકારને એન્ટી બાયોટિક્સ આપવા જણાવ્યું હતું તેવો દાવો એપસ્ટિને જુલાઇ ૨૦૧૩માં કર્યો હતો.

જેફ્રી એપસ્ટિને ૧૮ જુલાઇ ૨૦૧૩માં એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે છેલ્લા થોડા અઠવાડિયાઓથી હું મેલિન્ડા અને બિલ ગેટ્સના લગ્નના ઝઘડાંમાં ફસાયેલો હતો. બિલ ગેટ્સને ડ્રગ્સ અપાવવામાં મદદ કરવાથી માંડી રશિયન છોકરીઓ સાથે સેક્સ કરવાના પરિણામોને ટાળવાથી માંડી પરિણિત મહિલાઓ સાથે તેની ગેરકાયદે મુલાકાતો યોજવામાં મદદ કરવા સુધી ના કામો કર્યાં છે. બિલ ગેટ્સના પૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સે એનપીઆરના પોડકાસ્ટમાં જણાવ્યું છે કે આ ખુલાસાઓને પગલે તેને બેહદ દુ:ખ થયું છે. મારું લગ્નજીવન અને ફાઉન્ડેશન પણ મારે છોડવા પડયુ. આ દુ:ખની વાત છે પણ તે સાચી છે. મેલિન્ડાની કબૂલાતને પોતાના પ્લેટફોર્મ એક્સ પર મુકી ઇલોન મસ્કે વાઉ કહી તેનો પ્રતિસાદ આપ્યો હતો. બીજી તરફ એપસ્ટિન ફાઇલ્સમાં નામ ઉછળવાને પગલે પ્રિન્સ એન્ડ્રયુને ચૂપચાપ તેમના દશકો જુના નિવાસ સ્થાન રોયલ લોજમાંથી નીકળી નોરફોક સ્થિત સેન્ડ્રીઘમ એસ્ટેટની એક કોટેજમાં શિફ્ટ થઇ જવું પડયું હતું. બ્રિટનની થેમ્સ વેલી પોલીસે એન્ડ્રયુ સામે મુકવામાં આવેલાં આરોપની સમીક્ષા શરૂ કરી છે.

જો કે એન્ડ્રયુએ પોતે કશું ખોટું કર્યું નથી તેમ જણાવ્યું હતું. ૨૦૧૯માં જ એન્ડ્રયુને એપસ્ટિન ફાઇલ્સમાં નામ ઉછળવાને પગલે તમામ શાહી જવાબદારીઓમાંથી બેદખલ કરી દેવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં કિંગ ચાર્લ્સે તેની પ્રિન્સની પદવી છીનવી લઇ જણાવ્યું હતું કે મારી સંવેદનાઓ જાતીય શોષણના પિડિતોની સાથે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here