WORLD : કેનેડામાં નાના ભૂલકાંઓની સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, હુમલાખોર પણ ઠાર

0
7
meetarticle

કેનેડાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક સ્કૂલમાં ભયંકર ગોળીબાર કરવામાં આવતા 10 લોકોના મોત નીપજ્યા છે. માહિતી અનુસાર હુમલાખોરને પણ ઠાર મરાયો છે. આ ઉપરાંત ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્કૂલમાં 200થી વધુ બાળકો અભ્યાસ કરે છે

આ સ્કૂલમાં હુમલા સમયે 200થી વધુ બાળકો હાજર હોવાની માહિતી મળી રહી છે. હાલમાં હુમલાખોરની ઓળખ થઇ શકી નથી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી ગયો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સ્કૂલ બંધ કરી દેવામાં આવી

કેનેડાના બ્રિટિશ કોલંબિયાના ટમ્બલર રિઝ શહેરમાં આ ઘટના બની હતી. ફાયરિંગ એક સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. જોકે હજુ સુધી બાળકોના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી શકી નથી. સાવચેતીના પગલાં સ્વરૂપે સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. આ વિસ્તારના એમએલએ ન્યૂફેલ્ડે જણાવ્યું કે સ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે જે લોકો તેમના પરિજનોને શોધી રહ્યા છે તેઓ તેમના ઘરે પાછા જતા રહે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here