ચીનના વિદ્વાનોએ ભગવદ્દ ગીતાને જ્ઞાનનો અમૃત અને ભારતીય સભ્યતાનો સંક્ષિપ્ત ઇતિહાસ બતાવતા કહ્યુ કે આધુનિક દુનિયાના લોકોના આધ્યાત્મિક અને ભોતિક સંકટોના સમાધાનનો સ્ત્રોત બતાવ્યો. આ વાત સંગમ ભારતીય દાર્શનિક પરંપરાઓનો સંગમ નામની સંગોષ્ઠીમાં કહેવામાં આવી. જે ભારતીય દૂતાવાસે આયજિત કરી હતી.
સંગોષ્ઠીમાં 88 વર્ષીય પ્રોફેસર ઝાંગ બાઓશેંગ મુખ્ય વક્તા હતા. જેમણે ભગવદ્દ ગીતાનુ ચીની ભાષામાં અનુવાદ કર્યુ છે. તેમણે ગીતાને ભારતનો દાર્શનિક વિશ્વકોષ અને આધ્યાત્મિક મહાકાવ્ય ગણાવ્યુ, જે આજે પણ ભારતીય જીવન પર ઉંડો પ્રભાવ નાખે છે. પ્રો. ઝાંગે કહ્યુ કે તેમણે 1984-86 દરમિયાન ભારતની યાત્રા દરમિયાન દરેક જગ્યાએ ભગવાન કૃષ્ણની ઉપસ્થિતનો અનુભવ કર્યો.

સેન્ટર ફોર ઓરિએન્ટલ ફિલોસોફી રિસર્ચના ડાયરેક્ટર પ્રો.વાંગ ઝી ચેંગના જણાવ્યા અનુસાર કહ્યુ કે ગીતા, 5,000 વર્ષ પહેલેથી જ પ્રાચીન ભારતીય યુદ્ધભૂમિનો સંવાદ છે. જે આજે પણ આધુનિક જીવનની મુશ્કેલીો અને ચિંતાઓનુ સમાધાન આપે છે. તેમણે ગીતાની ત્રણ પ્રમુખ શિક્ષાઓ કર્મ યોગ, સાંખ્ય યોગ અને ભક્તિ યોગને આધુનિક જીવન માટે માર્ગદર્શક બતાવી. પ્રો.યુ લોંગયુ, સેન્ટર ફોર ઇન્ડિયન સ્ટડીઝ, શેનઝેન યુનિર્વસિટીના જણાવ્યા અનુસાર ભારતીય સભ્યતાનો ઉંડો દાર્શનિક અને સાંસ્કૃતિક વિરાસત અભ્યાસને યોગ્ય છે અને ચીની વિદ્વાનો આને સમર્પણની સાથે શીખવું જોઇએ.
ભારતીય દૂત, પ્રદીપ કુમાર રાવતે કહ્યુ કે ગીતા સહિત ભારતના દર્શનશાસ્ત્રએ હંમેશા માનવતાના સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો સત્ય શું છે? વાસ્તવિકતાનું સ્વરૂપ કયુ છે? જ્ઞાન અને કર્મ કેવી રીતે અંતિમ મુક્તિ તરફ લઇ જાય છે? આ દરેક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. વિદ્વાનોએ આ અવસર પર જોર આપીને કહ્યુ કે ભગવદ્દ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નહી, પરંતુ આધુનિક જીવન માટે નૈતિક અને આધ્યાત્મિક માર્ગદર્શન પણ છે.

