WORLD : જમૈકામાં ચક્રવાત મેલિસાએ મચાવેલી તબાહી : 7નાં મોત : 25 હજારથી વધુ રાહત છાવણીમાં

0
60
meetarticle

કેરેબિયન સમુદ્રમાં હુયુબાની દક્ષિણે ખતરનાક ચક્રવાત મેલિસા એ વ્યાપક તારાજી વેરી નાખી છે. આ ચક્રવાતને લીધે વિક્રમસર્જક ૧૭૦ માઇલ/કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. તેથી ૭૭ ટકા વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. કારણ કે વીજળીના થાંભલા જ તૂટી પડયા હતા. જો કે આ ચક્રવાત આવતા પાવર હાઉસમાંથી વીજ પુરવઠો તત્કાલ બંધ કરી દેવાતા વીજ કરંટથી તો મૃત્યુ થયા ન હતા. પરંતુ મોટા ભાગના મકાનોના છાપરા ઊડી ગયા હતા. અસંખ્ય મકાનો ધરાશાયી થયા હતા.

સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ સ્થાનિક મીડીયાનો હવાલો આપતાં જણાવ્યું હતું કે બુધવાર રાતથી શરૂ થયેલો આ ચક્રવાત મેલિસ હવે કયુબા પાર કરી ઉત્તર તરફ આગળ વધ્યો છે અને ગુરુવારે રાત્રે (સ્થાનિક સમય પ્રમાણે) તે બર્મુડા તરફ આગળ વધ્યો છે.

આ ચક્રવાતે ૨૦૨૩માં મેક્ષિકોમાં આવેલા ચક્રવાત ઓટિસ અને ૨૦૨૧માં ફિલિપાઇન્સમાં આવેલા ભયંકર ચક્રવાત રૉય ની યાદ આપી દીધી હતી. આ ચક્રવાત ભૂમિ સાથે અથડાતા પહેલા જ પ્રચંડ બની ગયો હતો.

ચક્રવાત સર્જાવા પાછળનું મુખ્ય કારણ ભૂમિ ઉપરનું ઉંચું તાપમાન અને સમુદ્ર પ્રમાણમાં ઠંડુ તાપમાન છે. તે તો સર્વે જાણે જ છે. પરંતુ છેલ્લુ સંશોધન જણાવે છે કે આ માટે સમુદ્રનું પણ વધી રહેલું ઉષ્ણતામાન વધુ કારણભૂત છે. ગરમ થયેલો સમુદ્ર તોફાનને વધારાની ઉર્જા આપે છે. બીજી તરફ પૃથ્વીનું વાતાવરણ જ ગરમ થયું હોવાથી ચક્રવાતો સર્જાવાની અને સમુદ્ર તટ ઉપર પ્રચંડ મોજા ઉછળવાની સંભાવના ૫૦૦ થી ૮૦૦ ગણી વધી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here