WORLD : જાપાનમાં 100 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા 1,23,330, જ્યારે યાદીમાં અમેરિકા બીજા ક્રમે

0
25
meetarticle

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. એ છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણાં થયા છે. લેટેસ્ટ રિપોર્ટમાં આંકડો અપાયો છે એ પ્રમાણે હવે દુનિયામાં 9.35 શતાયુ છે. સૌથી વધુ શતાયુની વસતિ જાપાનમાં છે.

સો વર્ષ કે તેથી વધુ વય ધરાવતા જીવંત લોકો સૌથી વધુ જાપાનમાં રહે છે. 123330 જાપાનીઓની વય 100 કે તેથી વધુ છે. એ સાથે જાપાન લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. 73629 શતાયુ સાથે અમેરિકા આ લિસ્ટમાં બીજા ક્રમે છે. 48566 શતાયુ સાથે ચીન યાદીમાં ત્રીજા ક્રમે છે. ટોપ-૫માં ભારત ચોથા ક્રમે છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં 37988 શતાયુ રહે છે. એક સદીનું આયખું ભોગવતા 33220 લોકો સાથે ફ્રાન્સ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે.આ પાંચ દેશોમાં સૌથી વધુ વયોવૃદ્ધો રહે છે. તે સિવાય 100 વર્ષથી વધુ વય હોય એવા નાગરિક ઈટાલી, રશિયા, જર્મની, બ્રિટન, સ્પેન, થાઈલેન્ડ, કેનેડા અને દક્ષિણ કોરિયામાં વધારે છે. આ દેશોમાં 100 વર્ષથી વધુ વસતિ ધરાવતા લોકો સરેરાશ 11 હજારથી 23 હજાર જેટલા છે. રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે હેલ્થકેર સિસ્ટમનો વિકાસ થયો હોવાથી અને આધુનિક ટેકનોલોજી વિકસી હોવાથી આગામી સમયમાં શતાયુની વસતિમાં હજુય વધારો થશે. કદાચ આગામી દોઢ દશકામાં આ આંકડો અત્યારની સરખામણીએ બમણાથી વધે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

છેલ્લાં 15 વર્ષમાં શતાયુ વસતિમાં બમણો વધારો થયો છે. એ પાછળ હેલ્થકેરનો વિકાસ થયો તે સૌથી મોટું પરિબળ છે. સમયસર સારવાર મળતી થઈ તેનાથી આયુષ્યમાં વધારો નોંધાયો છે. તે ઉપરાંત વેક્સિનેશન, બીમારી કંટ્રોલ કરવાની ટેકનોલોજી, પેન્શન સિસ્ટમ જેવી સુવિધાથી શતાયુ વસતિમાં વૃદ્ધિ થઈ છે.

આ ઉપરાંત છેલ્લાં દશકામાં હેલ્થ પ્રત્યે વયોવૃદ્ધોમાં આવેલી જાગૃતિ, શારીરિક એક્ટિવિટી, જીવનશૈલી વગેરેનો પણ એટલો જ ફાળો છે. જે દેશોમાં પરંપરાગત આહાર પદ્ધતિ પ્રચલિત છે અને શિસ્તબદ્ધ જીવનશૈલીનો વિકાસ થયો છે ત્યાંના લોકો આયખાના 100 વર્ષને આંબે છે. જાપાનમાં તણાવપૂર્ણ જીવનને બદલે આશાભર્યા જીવનનું વધારે મહત્ત્વ છે. જાપાનમાં શારીરિક એક્ટિવિટી પર વધારે ધ્યાન આપવામાં આવે છે. તેની અસર સરાસરી આયુષ્ય પર પડે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here