WORLD : ટેરિફ ટેન્શન વચ્ચે ટ્રમ્પ ક્વાડ સમિટ માટે ભારત આવે તેવી શક્યતા, જુઓ કોણે આપ્યા સંકેત

0
121
meetarticle

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે બગડેલા ભારત સાથેના સંબંધોને પાટા પર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. બંને દેશોના નેતૃત્વએ એના માટે પહેલ પણ કરી છે. આ બધા વચ્ચે ભારતમાં નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે શુક્રવારે કહ્યું કે ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠકમાં હાજરી આપવા માટે ભારત આવશે. તેમણે એમ પણ કહ્યું કે તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

સર્જિયો ગોરે જુઓ શું કહ્યું? 

ગોરે કહ્યું કે, “ક્વાડ બેઠક અંગે વાતચીત થઈ છે. ચોક્કસ તારીખ આપ્યા વિના, હું કહી શકું છું કે પ્રમુખ ટ્રમ્પ ક્વાડના સાતત્ય અને સશક્તિકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.” ગત વર્ષે અહેવાલ આવ્યા હતા ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, જે ક્વાડનો ભાગ છે, આ વર્ષે ભારતમાં શિખર સંમેલન યોજવાનું વિચારી રહ્યા છે. 2024 ક્વાડ સમિટ ભારતમાં યોજાવાની હતી, પરંતુ અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેન વિદેશ પ્રવાસ કરી શકતા ન હોવાથી અને ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી ક્વાડ સમિટ અમેરિકામાં યોજાઈ હતી. જોકે આ વર્ષની બેઠક ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા યોજાયેલી બેઠક કરતાં અલગ હશે, કારણ કે અમેરિકા અને જાપાનમાં નવા નેતૃત્વકાર સત્તામા આવ્યા છે.

ટ્રમ્પ ભારતને ચીનથી દૂર રાખવા માંગે છે

સર્જિયો ગોરે કહ્યું કે પ્રમુખ ટ્રમ્પ આ વર્ષે જાપાનની મુલાકાતે ગયા હતા અને ત્યાંના વડા પ્રધાનને મળ્યા છે. જાપાન પણ ક્વાડનો એક ભાગ છે અને તેમણે આ સંબંધના મહત્વ પર પણ ભાર મૂક્યો છે, જેના પર આપણે વધુ કામ કરવું પડશે. ગોરે કહ્યું કે તાજેતરમાં અલાસ્કામાં બંને દેશોના 500 સૈનિકો વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી. ટેરિફ પર કેટલાક મતભેદ  રહ્યા છે, પરંતુ ભારત-અમેરિકા સંબંધો ઘણા ઊંડા અને લાંબા ગાળાના વિશ્વાસ પર આધારિત છે. ગોરે એ પણ સંકેત આપ્યો કે યુએસ ભારત સાથેના સંબંધોને એટલા મજબૂત બનાવવા માંગે છે કે ભારત ચીનથી દૂર રહે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here