WORLD : ટ્રમ્પના પ્રતિબંધોથી આઈસીસી જજોના દૈનિક જીવન દુષ્કર બન્યા

0
15
meetarticle

આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના ન્યાયાધીશ બેટી હોહલરે યુરોપના સાંસદો સમક્ષ અમેરિકી પ્રતિબંધોના કઠોર વ્યક્તિગત પરિણામોનું વર્ણન કર્યું. તેમણે ખુલાસો કર્યો કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા પ્રતિબંધોનો તાત્કાલિક અને વિક્ષેપકારક પ્રભાવ પડયો જેમાં આર્થિક સીસ્ટમો, પ્રવાસ અને જરૂરી ડિજિટલ સેવાઓની સુલભતા ઓછી થઈ ગઈ.

ક્લાઉડ સ્ટોરેજ, ઓનલાઈન શોપિંગ અને ચૂકવણી પ્લેટફોર્મ્સ જેવા મૂળભૂત સાધનો પણ કોઈ ચેતવણી વિના અચાનક બ્લોક થઈ ગયા. આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ (આઈસીસી)ના ન્યાયાધીશોએ ગાઝામાં વોર ક્રાઈમ બદલ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુને દોષિત ઠેરવી વોરંટ ઈશ્યુ કરતા અને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોના અત્યાચારો પર તપાસના આદેશ આપવાના કારણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તેમના પર પ્રતિબંધો મૂકી દીધા હતા, જેને પગલે છેલ્લા ૧૦ મહિના કરતાં વધુ સમયથી વિવિધ દેશોના આ ન્યાયાધીશોના દૈનિક જીવન પર અસર પડી છે. આ ન્યાયાધીશોએ ટ્રમ્પના આ આપખુદી નિર્ણયને દુનિયા માટે ચેતવણી સમાન ગણાવ્યો છે.

હોહલર એવા અનેક આઈસીસી ન્યાયાધીશો પૈકી છે જેમના પર વિવાદાસ્પદ ચુકાદા પછી પ્રતિબંધ મુકાયો હતો. એમાં અફઘાનિસ્તાનમાં અમેરિકી દળો દ્વારા કથિત અપરાધોની તપાસ તેમજ બેન્જામિન નેતાન્યાહુ અને યોવ ગેલન્ટ જેવા ઈઝરાયેલી નેતાઓ સાથે સંકળાયેલા ધરપકડ વોરન્ટ સામેલ હતા. પ્રતિબંધો અગાઉ આઈસીસી વકીલ કરીમ ખાન સામે કાર્યવાહી થઈ હતી જેનાથી વોશિંગ્ટન અને આંતરરાષ્ટ્રીય ન્યાય સંસ્થાઓ વચ્ચે વધતા તણાવ ઉજાગર થયા હતા.

હોહલરે જણાવ્યું કે આ પ્રતિબંધોએ દૈનિક જીવન પર ગાઢ રીતે અસર પાડી છે. તેમના ક્રેડિટ કાર્ડ્સ રદ કરાયા હોવાથી ફ્લાઈટ બૂક કરવી અથવા સેવાઓ મેળવવા જેવી સામાન્ય ગતિવિધિઓ પણ લગભગ અશક્ય થઈ ગઈ છે. એવી જ રીતે, ફ્રેન્ચ ન્યાયાધીશ નિકોલાસ ગુઈલોએ વર્ણન કર્યું કે કેવી રીતે યુરોપમાં અમેરિકા સાથે સંકળાયેલી સીસ્ટમો પર મદાર રાખવાથી અસર વધુ વિપરીત બની હતી. અમેરિકી પ્રતિબંધોનું પાલન કરવાને કારણે પેમેન્ટ નેટવર્ક, ડિલિવરી સેવાઓ તેમજ ડિજિટલ પ્લેટફોર્મ્સની સેવા પણ અનેકવાર નહોતી મળી શકી.

ગુઈલોએ ચેતવણી આપી કે આવા પગલા અમેરિકી આર્થિક અને ટેકનોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર યુરોપની નિર્ભરતા છતી કરે છે. યુરોપમાં પણ જો મધ્યસ્થી અમેરિકી કંપનીઓ સાથે સંકળાયેલા હોય તો વ્યવહારો નિષ્ફળ જઈ શકે છે. કેટલીક બેન્કોએ તો પેનલ્ટીના ભયે વધુ પડતા અનુપાલન તરીકે ઓળખાતી પ્રથામાં કાયદેસરની ચુકવણીઓ નકારી દીધી હતી. એક ઘટનામાં અમેરિકા સ્થિત પ્લેટફોર્મ દ્વારા ગુઈલોની હોટલ બૂકિંગ તેમના પ્રતિબંધિત દરજ્જાને કારણે કોઈપણ જાણ કર્યા વિના અચાનક રદ કરવામાં આવી હતી.

આ સ્થિતિને ચિંતાજનક ગણાવતા ગુઈલોએ યુરોપિયન યુનિયનને પોતાના નાગરિકો અને સંસ્થાઓની સુરક્ષા કરવા ડિજિટલ યુરો સહિત સ્વતંત્ર સીસ્ટમો બનાવવાની અપીલ કરી. તેમણે ચેતવણી આપી કે આવા પ્રતિબંધો સંપૂર્ણ રીતે ડિજિટલ જીવતા લોકો માટે સિવિલ મોત સર્જી શકે.

સૌથી મોટી ચિંતા વૈશ્વિક અધિકારીઓ પર પડતા ભયના પ્રભાવની છે, કારણ કે પ્રતિબંધોનો ભય નિર્ણયો પર અસર કરી શકે અને વિશ્વભરમાં ન્યાયિક સ્વતંત્રતાને નબળી પાડી શકે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here