WORLD : ટ્રમ્પની જાહેરાત છતાં મિડલ ઈસ્ટ યુદ્ધમાં અસમંજસ! ઈરાનના પાવર-ગેસ ગ્રીડ પર હુમલા, કુવૈતમાં બત્તી ગુલ

0
10
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા રોકવા માટે 5 દિવસની મુદત વધારવાની જાહેરાત કરી હતી, તેમ છતાં પરિસ્થિતિ ગંભીર બની છે. સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ ઈરાનના ખુર્રમશહર અને ઈસ્ફહાન જેવા મોટા ઔદ્યોગિક શહેરોમાં પ્રચંડ વિસ્ફોટો થયા હતા. આ હુમલાઓને કારણે ઈરાનનું પાવર ગ્રીડ અને ગેસ સપ્લાય નેટવર્ક ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે, જેના પરિણામે દેશની ઉત્પાદન ક્ષમતા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

બીજી તરફ, આ તણાવ વચ્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાન અને લેબેનોન પર તેમના હુમલા અટકશે નહીં અને પહેલાની જેમ જ ચાલુ રહેશે. આ ઘટનાક્રમથી મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બની છે અને ઊર્જા સંકટ ઘેરાવાની શક્યતા દેખાઈ રહી છે.

ટ્રમ્પનો દાવો: ઈરાની નેતા સાથે ગુપ્ત વાતચીત અને નવી ડીલની તૈયારી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા એક પ્રતિષ્ઠિત ઈરાની નેતા સાથે સીધી વાતચીત કરી રહ્યું છે અને તેહરાન આ ડીલ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. પોતાની આ વ્યૂહનીતિના ભાગરૂપે ટ્રમ્પે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલવાની ડેડલાઇનમાં પણ વધારો કરી દીધો છે. જોકે, ઈરાને ટ્રમ્પના આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. ઈરાની સંસદના સ્પીકરે આ નિવેદનને ‘ફેક ન્યૂઝ’ ગણાવતા કહ્યું કે, આ બધું માત્ર ઓઇલ માર્કેટ અને તેલના ભાવોને પ્રભાવિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી આ મોહલત વચ્ચે પણ હુમલાઓનો યથાવત છે, જેના કારણે ઈરાનની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સતત થઈ રહેલા વિસ્ફોટોને કારણે ગેસ અને ઓઇલની પાઇપલાઇનો ફાટી ગઈ છે, જેના પરિણામે મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને જનજીવન ખોરવાયું છે.

ટ્રમ્પની કડક ચેતવણી: ‘ડીલ નહીં થાય તો ઈરાનનું એનર્જી નેટવર્ક નષ્ટ કરી દઈશું’

આ યુદ્ધની અસર પાડોશી દેશો પર પણ જોવા મળી રહી છે. ઈરાને મંગળવારે વહેલી સવારે કુવૈત પર મિસાઈલ છોડી હતી, જેના કાટમાળથી કુવૈતની હાઈ-વોલ્ટેજ વીજ લાઈનોને નુકસાન થયું છે અને અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. દરમિયાન, ટ્રમ્પે સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના વખાણ કરતા કહ્યું કે તેમના દબાણને કારણે જ ઈરાન વાતચીત માટે મજબૂર થયું છે, પરંતુ જો સમજૂતી નહીં થાય તો તેઓ ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે. તૂર્કીયે અને મિશ્ર જેવા દેશો અત્યારે મધ્યસ્થી કરીને યુદ્ધ રોકવાના પ્રયાસો કરી રહ્યા છે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થતા વૈશ્વિક ઓઇલ પુરવઠા પર મોટું સંકટ

લેબેનોનની સ્થિતિ પણ અત્યંત ચિંતાજનક છે, જ્યાં ઈઝરાયલે હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા તેજ કર્યા છે. લેબેનોનમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડે ચેતવણી આપી છે કે જો તેમના પાવર સ્ટેશનો પર હુમલા ચાલુ રહેશે, તો તેઓ સમગ્ર ક્ષેત્રના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવશે. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી વિશ્વના ઓઇલ પુરવઠા પર પણ મોટું સંકટ તોળાઈ રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here