WORLD : ટ્રમ્પની દુનિયાને ખુલ્લી ચેતવણી! ‘હોર્મુઝ જઇને પોતાનું ઓઇલ લઇ લો, કાં લડતા શીખો, અમેરિકા હવે મદદ નહીં કરે’

0
5
meetarticle

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે છેલ્લા 32 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે ખાડી દેશોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ઇરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દેતા આ માર્ગેથી વિશ્વભરમાં પહોંચતો ઓઇલ-ગેસ સહિતનો પૂરવઠો ખોરવાઇ ગયો છે, ત્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગ મામલે વિશ્વભરની મજાક ઉડાવવાની સાથે ખુલ્લી ચેતવણી પણ આપી છે.

અમેરિકા અન્ય દેશોને પણ યુદ્ધમાં સામેલ કરવા માંગે છે !

આમ તો જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી ટ્રમ્પ જીતનો દાવો કરી રહ્યા છે, બીજીતરફ યુદ્ધ લાંબુ ખેંચાયા બાદ હવે તેઓ અન્ય દેશોને પણ યુદ્ધમાં સામેલ કરવા માંગતા હોય તેવી નિવેદનો કરી રહ્યા છે. અમેરિકા ઇરાન પર સંપૂર્ણ કબજો કરવા મથી રહ્યું છે, જોકે ઇરાનના આક્રમક હુમલાઓ સામે અમેરિકા પણ હાંફી ગયું છે. કારણ કે હવે અમેરિકા અન્ય દેશોને પણ યુદ્ધમાં સામેલ કરવા માંગે છે. ટ્રમ્પે વિશ્વભરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો હોર્મુઝમાંથી ઓઇલ જોઇતું હોય તો લડતા શીખો, હવે અમેરિકા કોઇપણ મદદ નહીં કરે. તેમણે ફરી દાવો કર્યો છે કે, ઇરાન હારી ગયું છે અને તેને પાયમાલ કરી દેવાયું છે.

હિંમત બતાવો, હોર્મુઝમાં જાવ જાવ અને ઓઇલ લઇ લો : ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું છે કે, ‘હોર્મુઝ જળમાર્ગના કારણે જે દેશોને જેટ ફ્યુઅલ (જેટ ઇંધણ) નથી મળી રહ્યું, જેમ કે યુનાઇટેડ કિંગડમ, જેણે ઇરાન સામે આવવાનો ઇનકાર કર્યો હતો, તેમને મારી એક સલાહ છે: નંબર 1, અમેરિકા પાસેથી ખરીદો, અમારી પાસે પૂરતું છે, અને નંબર 2, થોડી મોડી હિંમત બતાવો, હોર્મુઝમાં જાઓ અને તેને લઇ લો. તમારે હવે તમારા માટે લડતા શીખવું પડશે, અમેરિકા હવે તમારી મદદ માટે ત્યાં નહીં હોય, બિલકુલ એ જ રીતે જે રીતે તમે અમારા માટે ત્યાં નહોતા. ઇરાનને મૂળભૂત રીતે પાયમાલ કરી દેવામાં આવ્યું છે. અઘરું કામ પૂરું થઇ ગયું છે. જાઓ અને તમારું ઓઇલ જાતે મેળવો! પ્રમુખ ડી.જે.ટી.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here