WORLD : ટ્રમ્પની ફાઇનલ વોર્નિંગ સામે ઇરાને મિસાઇલ એટેક કરતાં સ્થિતિ વિસ્ફોટક

0
20
meetarticle

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ફાઇનલ વોર્નિંગનો ઇરોને વિસ્ફોટક પ્રહાર કરીને જવાબ આપ્યો છે. તેણે ટ્રમ્પની ધમકી સામે સીધો મિસાઇલ હુમલો કર્યો છે. તેના કારણે મધ્યપૂર્વમાં સ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. ઇરાને ગુરુવારે ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો કર્યો હતો. ટ્રમ્પે તેના સંબોધનમાં ઇરાનને ચેતવણી આપી હતી કે તે તરત સમાધાન કરીને યુદ્ધ રોકે તેનો જવાબ ઇરાને મિસાઇલથી આપ્યો હતો. ઇ

ઝરાયેલ પર ઇરાનના ત્રણ કલાકમાં ત્રણ મિસાઇલ હુમલા

ઇઝરાયેલના જણાવ્યા મુજબ ત્રણ કલાકમાં તેના પર આ ત્રીજી વખત મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના લીધે ઇઝરાયેલના ઉત્તરના વિસ્તારોમાં સાઇરન વાગવા લાગી હતી. આ હુમલો ત્યારે થયો જ્યારે ટ્રમ્પે ઇરાનને પાષાણયુગમાં ધકેલવાની ધમકી આપી હતી. જો કોઈ સમાધાન ન થયું તો અમેરિકા મોટી કાર્યવાહી કરશે.

ઇરાનમાં મધ્યપૂર્વનો સૌથી મોટો પુલ ઉડાવાયો

આ સિવાય અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર કરેલા સંયુક્ત હુમલામાં એક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ બી-૧ને નુકસાન પહોંચ્યું હતું. આ હુમલા પછી કેટલાય વિસ્તારોમાં અંધારુ છવાઈ ગયું હતું. વીજળી ગુલ થઈ ગઈ હતી. વીજ પુરવઠો પર વિપરીત અસર થઈ હતી. તેના કારણે સામાન્ય લોકોના રોજિંદા જીવન પર વિપરીત અસર પડી છે. આ બી-વન બ્રિજ ઇરાનના ઉત્તરી કરજમાં આવેલો છે. આ પુલ મધ્યપૂર્વનો સૌથી મોટો પુલ માનવામાં આવે છે. આ પુલ ૪૦ કરોડ ડોલર એટલે કે ૩૭ હજાર કરોડ રુપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલ ૧,૦૫૦ મીટર લાંબો છે. ઇરાને સોશિયલ મીડિયા પર આ પુલ પર થયેલા હુમલાને અને તેનાથી થયેનું નુકસાન બતાવ્યું હતું. આ બતાવે છે કે આ યુદ્ધ ફક્ત લશ્કરી સંઘર્ષ પૂરતુ મર્યાદિત રહ્યુ નથી. હવે તે રસ્તાઓ, વીજળીઘર, પુલ અને સુધી લંબાયું છે. તેને ઇન્ફ્રાસ્ટ્રકચર વોરફેર પણ કહેવાય છે.

હોર્મુઝની ખાડી ખોલવાની મંત્રણામાં ૩૫ દેશોની બેઠકમાં ભારતને આમંત્રણ

હોર્મુઝની ખાડી ખોલવા માટે ૩૫ દેશોની બેઠક મળવાની છે. તેમા યુકેએ ભારતને આમંત્રણ આપ્યું છે. હોર્મુઝની ખાડી બંધ હોવાના લીધે વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ગુરુવારે યોજાનારી આ બેઠકમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી ભાગ લેશે. અમે આ મુદ્દે ઇરાન અને બીજા દેશો સાથે સંપર્કમાં છીએ. હોર્મુઝની ખાડીમાં ભારતના ૧૮ ટેન્કરો હજી પણ ફસાયેલા છે.

હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજો સલામત પસાર થશે: ઇરાનનું આશ્વાસન

પશ્ચિમ એશિયામાં ભારે તનાવ વચ્ચે ઇરાને ભારતને મોટી રાહત આપતા હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા ભારતીય જહાજોને સલામત રસ્તો આપવાનું આશ્વાસન આપ્યું છે. ઇરાને ભારતને મિત્ર દેશ ગણાવતા જણાવ્યું હતું કે ભારતીય ધ્વજવાળા જહાજ અને નાવિક સલામત છે. ઇરાને જણાવ્યું હતું કે ભારતીય મિત્રોએ હોર્મુઝને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઇરાનના ભારત સ્થિત દૂતાવાસે જણાવ્યું હતું કે અમારા ભારતીય મિત્રો સલામત હાથોમાં છે, ચિંતાની કોઈ જરૂર નથી. અત્યાર સુધીમાં ભારતના આઠ જહાજ હોર્મુઝમાંથી નીકળી ચૂક્યા છે. હજી ૧૯ વીસેક જહાજ બાકી છે. જ્યારે કુલ ૫૦૦ જહાજ હોર્મુઝની ખાડીમાં ફસાયેલા છે.

અમારા શસ્ત્રોના જથ્થાને અમેરિકા સ્પર્શી પણ નથી શક્યુ: ઇરાન

અમેરિકા-ઇઝરાયેલ એકબાજુએ ઇરાનના શસ્ત્રોના નોંધપાત્ર જથ્થાને ખતમ કરી નાખ્યાનો દાવો કરે છે. તેની સામે ઇરાનના લશ્કરના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાગીરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તહેરાન પાસે મહિનાઓ સુધી યુદ્ધ કરી શકાય તેટલો શસ્ત્રોનો જથ્થો છે. અમેરિકા અને ઇઝરાયેલ અમારા શસ્ત્રોના જથ્થાને સ્પર્શી પણ શક્યા નથી. તેમણે અમારા જે જથ્થા ઉડાવ્યા છે તેને એકદમ નગણ્ય કહી શકાય. આ દરમિયાન ઇરાને ખાડી દેશો પર હુમલા કર્યા હતા.

અમેરિકન લશ્કર સામે લડવા ૭૦ લાખ લોકો તૈયાર: ઇરાનના સ્પીકરનો દાવો

ઇરાનની સંસદના ૭૦ લાખ લોકોએ દાવો કર્યો છે કે અમેરિકાએ જો ઇરાન પર જમીન આક્રમણ કર્યુ તો ૭૦ લાખ લડવૈયા તેની સામે લડવા માટે તૈયાર છે. આ ૭૦ લાખ લડવૈયા ઇરાનના હાલના લશ્કર ઉપરાંતના છે. તેઓએ સ્વૈચ્છિક રીતે અમેરિકા સામે લડવા માટે તૈયારી બતાવી છે. સરકારે આ ઉપરાંત નિવૃત્ત જવાનોને પણ યુદ્ધ માટે બોલાવ્યા છે. તેમા ૧૨-૧૨ વર્ષના બાળકોેને પણ સૈનિક બનાવાયા હોવાના ફોટા વાઇરલ થયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here