WORLD : ટ્રમ્પનું નવું ગતકડું: અમેરિકામાં ટ્રક પર 25 ટકા ટેરિફ, નાના વાહનો માટે યુરોપ-જાપાન સાથે ડીલ

0
40
meetarticle

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ દર થોડા દિવસમાં કોઈ નવા ટેરિફની જાહેરાત કરતાં રહે છે. જેના કારણે વિશ્વભરમાં વેપારમાં અસ્થિરતા આવી છે. ટ્રમ્પે હવે અમેરિકામાં આયાત થતી મધ્યમ અને ભારે ટ્રકો પર 25 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે. નવા ટેરિફ પહેલી નવેમ્બરથી લાગુ થશે. 

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? 

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ટ્રક પર ટેરિફની જાહેરાત કરી. તેમનો દાવો છે કે આ ટેરિફના કારણે અમેરિકામાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, અમેરિકામાં જ ટ્રક બનાવતી કંપનીઓને સીધો લાભ મળશે. વિદેશી ડમ્પિંગથી બચી શકાશે તથા અમેરિકાના શ્રમિકોને પણ લાભ મળશે. 

નોંધનીય છે કે અમેરિકામાં નાના વાહનોની આયાત પર 15 ટકા ટેરિફ વસૂલવામાં આવે છે. જે માટે જાપાન અને યુરોપ સાથે ડીલ કરવામાં આવી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here