અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના શહેરોમાં સૈન્ય કર્મચારીઓની (નેશનલ ગાર્ડ) તૈનાતી વધારવા માટે સંઘીય વિદ્રોહ-વિરોધી કાયદો (Insurrection Act) લાગુ કરવાની ધમકી આપી છે. તેમના આ પગલાંથી ડેમોક્રેટિક શાસિત શહેરો સાથેના તેમના અધિકારો પરની કાયદાકીય લડાઈ વધુ ઉગ્ર બની છે.આ ધમકી વચ્ચે, ટેક્સાસમાંથી નેશનલ ગાર્ડના સેંકડો જવાનો મંગળવારે શિકાગોની શેરીઓમાં પેટ્રોલિંગ કરવા માટે તૈયાર જોવા મળ્યા હતા.

અદાલતી આદેશોને અવગણવાની તૈયારી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (7 ઓક્ટોબર) પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ બે સદીઓ પહેલા બનેલા ‘વિદ્રોહ અધિનિયમ’નો ઉપયોગ કરવા પર વિચાર કરશે, જેથી સ્થાનિક અને રાજ્યના અધિકારીઓને વાંધો હોવા છતાં, શહેરોમાં નેશનલ ગાર્ડના જવાનોને મોકલવાના તેમના આદેશો પર રોક લગાવતા કોઈપણ અદાલતી નિર્ણયને અવગણી શકાય.ટ્રમ્પે કહ્યું, “અમારી પાસે વિદ્રોહ અધિનિયમ કોઈ કારણસર છે. જો લોકો મરી જઈ રહ્યા છે અને અદાલતો અમને રોકી રહી છે, અથવા ગવર્નર કે મેયર અમને રોકી રહ્યા છે, તો હું ચોક્કસપણે તેમ કરીશ.”
વિદ્રોહ અધિનિયમ અમેરિકન પ્રમુખને શું અધિકાર આપે છે?
પરંતુ ‘વિદ્રોહ અધિનિયમ’ આ નિયમનો અપવાદ છે અને તે સૈનિકોને સીધા પોલીસિંગ અને લોકોને ધરપકડ કરવાનો અધિકાર આપે છે.
આ કાયદો પ્રમુખને કટોકટીની સ્થિતિમાં અશાંતિનો સામનો કરવા માટે સેના તૈનાત કરવાનો અધિકાર આપે છે.
આ કાયદાનો ઉપયોગ સામાન્ય રીતે માત્ર કટોકટીની પરિસ્થિતિઓમાં જ કરવામાં આવે છે અને હંમેશા રાજ્યના ગવર્નરોની વિનંતી પર જ તેનો ઉપયોગ થયો છે.
આ અધિનિયમનો છેલ્લો ઉપયોગ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબ્લ્યુ. બુશ દ્વારા 1992ના લોસ એન્જલસ રમખાણો દરમિયાન કરવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે, ફેડરલ કાયદા હેઠળ નેશનલ ગાર્ડ અને અન્ય સૈન્ય ટુકડીઓને નાગરિક કાયદો લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવતી નથી.
કયા શહેરોમાં થશે તૈનાતી?
ટ્રમ્પે લોસ એન્જલસ અને વોશિંગ્ટન ડીસીમાં અગાઉ તૈનાતી કર્યા બાદ હવે અમેરિકાના ત્રીજા સૌથી મોટા શહેર શિકાગો, પોર્ટલેન્ડ અને ઓરેગોનમાં નેશનલ ગાર્ડને મોકલવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકાર અને ડેમોક્રેટિક નેતૃત્વવાળા શહેરો વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

