ચાર્લી કર્કની હત્યા બાદ અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. ટ્રમ્પ વહીવટી તંત્ર પર સતત સવાલ ઉઠી રહ્યા છે, તો બીજી તરફ કાશ પટેલ કોંગ્રેસનો સામનો કરી રહ્યા છે. હવે આ વચ્ચે પૂર્વ પ્રમુખ બરાક ઓબામાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ચાર્લી કર્કની હત્યા બાદ સંયુક્ત રાજ્ય અમેરિકા ‘એક મહત્ત્વપૂર્ણ મોડ’ પર છે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને એકજૂઠ કરવાના બદલે દેશના ભાગલા પાડી દીધા છે.

એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ઓબામા
એક અહેવાલ પ્રમાણે મંગળવારે રાત્રે જેફરસન એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત પેન્સિલવેનિયાના એરીમાં એક કાર્યક્રમ દરમિયાન ઓબામાએ કહ્યું કે, ‘એમાં કોઈ શંકા નથી કે, આપણી લોકશાહી વ્યવસ્થાનો મુખ્ય આધાર એ છે કે આપણે અસંમત થવામાં સક્ષમ બનવું જોઈએ અને ક્યારેક-ક્યારેક હિંસાનો સહારો લીધા વિના વાસ્તવમાં વિવાદાસ્પદ ચર્ચાઓ કરવી જોઈએ.’
ટ્રમ્પ જેવા લોકો આપણા માટો ખતરો
ઓબામાએ પ્રમુખ ટ્રમ્પનું નામ લીધા વિના કહ્યું કે, ‘તે આપણા બધા માટે ખતરો છે.’ પ્રમુખ પદ બાદથી ઓબામાએ પોતાની સક્રિયતા કેટલાક અંશે ઓથી જ રાખી છે. મંગળવારે એક મધ્યસ્થી દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં, તેમણે કર્કની હત્યા પછી ટ્રમ્પના નિવેદનો અને અન્ય વહીવટી કાર્યવાહીઓ પર વાત કરી.
ઓબામાએ આ વાતની યાદ અપાવી
ઓબામાએ 2015માં દક્ષિણ કેરોલિનાના ચાર્લ્સટનમાં એક ચર્ચમાં નવ અશ્વેત પેરિશિયનોની હત્યા પછીના પોતાના નેતૃત્વ વિશે વાત કરી અને આ સાથે જ 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા પછી તત્કાલીન રિપબ્લિકન પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશની કાર્યવાહી વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે તેઓ સંકટના સમયમાં રાષ્ટ્રપતિની ભૂમિકાને આપણે એ સંબંધોની સતત યાદ અપાવનારા માનીએ છીએ જે આપણને એક તાંતણે બાંધે છે. ઓબામાએ આગળ કહ્યું કે, ‘કર્કની હત્યા બાદ ટ્રમ્પ અને તેમના સહયોગીઓ દ્વારા રાજનીતિક વિરોધીઓને કીડા-મકોડા અને દુશ્મન કહેવાની ભાવના એક વ્યાપક સમસ્યા તરફ ઇશારો કરે છે.’
વ્હાઇટ હાઉસનું આવ્યું નિવેદન
ટ્રમ્પના પક્ષમાં વ્હાઇટ હાઉસે બુધવારે ઓબામાની ટિપ્પણી પ્રતિક્રિયા આપતાં તેમને દેશમાં શત્રુતા માટે દોષી ઠેરવ્યા અને તેમને અમેરિકાના આધુનિક રાજકીય વિભાજનના નિર્માતા ગણાવ્યા.

