WORLD : ટ્રમ્પ અને પુતિનની બેઠક રદ, કહ્યું- હું સમય વેડફવા નથી માંગતો

0
44
meetarticle

ગાઝામાં સીઝફાયર બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે પણ શાંતિ સ્થપાય તેને લઈને માંગ વધી રહી છે. જોકે આ મામલે અમેરિકાના પ્રમુખના પ્રયાસોને ઝટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે સીઝફાયર મુદ્દે બીજી બેઠક થવાની હતી, જે હવે મોકૂફ રખાઇ છે. 

પુતિન સાથે બેઠક કરવી સમય વેડફવા નથી માંગતો: ટ્રમ્પ

રશિયાએ યુક્રેન સાથે તાત્કાલિક સીઝફાયરની માંગ ઠુકરાવી છે. જે બાદડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે તેઓ પુતિન સાથે બેઠક કરીને સમય વેડફવા નથી માંગતા તેથી બેઠક રદ કરી દેવાઈ છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે બેઠક થઈ હતી. જે બાદ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે પણ બેઠકો કરી. જે બાદ હંગેરીના બુડાપેસ્ટમાં બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જોકે બાદમાં અમેરિકા અને રશિયાના વિદેશ મંત્રીઓ વચ્ચે એક ટેલિફોનિક વાતચીત બાદ બેઠક રદ થયાની જાહેરાત કરવામાં આવી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here