દુનિયાભરમાં પોતાની પરમાણુ શક્તિ, સૈન્ય શક્તિ અને અમાપ સમૃદ્ધિથી પોતાની તાકાત દર્શાવતાં અમેરિકામાં દર ૮માંથી ૧ વ્યક્તિ એટલે કે આશરે ૧૩ ટકા વ્યક્તિ પેટ ભરવા માટે સરકારી કૂપન (ફૂડ સ્ટેમ્પ) પર જીવે છે. આ ‘ફૂડ સ્ટેમ્પ’ પર જીવનારાઓમાં માત્ર નીપ્રોઝ જ નથી. ધોળીયાઓ પણ ખાદ્ય માટે સરકાર પર નભે છે. તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ‘શટ-ડાઉન’ કરતાં શનિવારથી તે ફંડ ખતમ થઈ ગયું છે.

આ પ્રોગ્રામનું ‘ફેડરલ સપ્લીમેન્ટ ન્યૂટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ’ તેવું મસ-મોટું નામ અપાયું છે તેનું ટૂંકું નામ એસ.એન.એ.પી. (સ્નેપ) પ્રોગ્રામ છે.એએફપી જણાવે છે કે, આ પ્રોગ્રામ નીચેનો ૩૬ વર્ષનો એક લાભાર્થી ડેરિક ડનહામે કહ્યું હતું કે, ‘એક દુર્ઘટના પછી તે વિકલાંગ થઈ ગયો હતો. તેને જીવવા માટે ફૂડ-સ્ટેમ્પ’ની જરૂર છે. તે બંધ થતાં શું ખાઈશ તે સવાલ છે તેની પાસે અત્યારે માત્ર ૨૪ ડોલર્સ જ છે.
અમેરિકી સંસદમાં ડેમોક્રેટ્સ અને રીપબ્લિકન્સ વચ્ચે મતભેદો થતાં સરકારે ૧લી ઓક્ટો.થી ‘શટ-ડાઉન’ જાહેર કર્યો. તેને લીધે ૬૦ વર્ષથી ચાલતો આ પ્રોગ્રામ બંધ થઈ ગયો કારણ કે તે માટે ફંડો ફાળવાયા નથી.
આ પરિસ્થિતિ જોઈ ફેડરલ કોર્ટે શુક્રવારે જ હસ્તક્ષેપ કર્યો હતો અને ફેડરલ ગવર્નમેન્ટને ‘સ્નેપ’ ચાલુ રાખવા પોતાનાં ઈમર્જન્સી ફંડનો ઉપયોગ કરવા આદેશ આપ્યો હતો. ફેડરલ ગર્વનમેન્ટે તે સ્વીકાર્યો (સ્વીકારવો જ પડે) છતાં તેનો ફરી અમલ ચાલુ કરવામાં ઠાગા-ઠૈયા કરે રાખે છે.
હ્યુસ્ટન ફૂડ બેંકના અધ્યક્ષ બ્રાયન ગ્રીને પત્રકારોને જણાવ્યું હતું કે તે ફંડ રોકાવાથી આ વિસ્તારમાં જ આશરે ૪,૨૫,૦૦૦ લોકોને અસર થશે.
પ્રશ્ન તે છે કે કોર્ટે તો હુકમ કર્યો છે, છતાં તે પ્રોગ્રામ શરૂ નથી થયો, કારણ પેલાં ઈમર્જન્સી ફંડ પણ હજી પહોંચ્યાં નથી.

