અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેનો શાબ્દિક સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમના નવા ‘બોર્ડ ઓફ પીસ’માંથી કેનેડાને આપવામાં આવેલું આમંત્રણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ કડક પગલું માર્ક કાર્ની દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (દાવોસ)માં આપવામાં આવેલા એક તીખા ભાષણના થોડા દિવસો બાદ જ ઉઠાવવામાં આવ્યું છે, જેમાં તેમણે વૈશ્વિક મહાસત્તાઓની દબાણની રણનીતિ સામે ચેતવણી આપી હતી.

ટ્રમ્પનો સોશિયલ મીડિયા પર પલટવાર
સ્વિટ્ઝર્લેન્ડથી અમેરિકા પાછા ફરતી વખતે, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે લખ્યું, “પ્રિય વડાપ્રધાન કાર્ની: મહેરબાની કરીને આ પત્રને એ વાતનો પુરાવો માનો કે ‘બોર્ડ ઓફ પીસ’ કેનેડાને સામેલ થવાનું આમંત્રણ પાછું ખેંચી રહ્યું છે. આ અત્યાર સુધીનું સૌથી પ્રતિષ્ઠિત નેતાઓનું બોર્ડ હશે. આ મામલે ધ્યાન આપવા બદલ આભાર!”વિવાદનું મૂળ: કાર્નીનું દાવોસમાં ભાષણ
આ સમગ્ર વિવાદનું મૂળ આ સપ્તાહની શરૂઆતમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (દાવોસ)માં માર્ક કાર્ની દ્વારા આપવામાં આવેલું એક તીખું ભાષણ છે. તેમણે કહેવાતી ‘મધ્યમ શક્તિઓ’ને મહાસત્તાઓની ધમકીઓ અને દબાણની રણનીતિઓનો વિરોધ કરવા માટે એકજૂટ થવાની સલાહ આપી હતી. ભલે કાર્નીએ ટ્રમ્પનું નામ ન લીધું, પરંતુ તેમણે એવી વિદેશ નીતિઓ પર નિશાન સાધ્યું જે ટેરિફને દબાણ તરીકે, નાણાકીય માળખાને જબરદસ્તી માટે અને સપ્લાય ચેઇનને નબળાઈ તરીકે ઉપયોગ કરે છે.
ઘટનાક્રમમાં અચાનક પલટો
ટ્રમ્પનો આ નિર્ણય ગત સપ્તાહની પરિસ્થિતિથી તદ્દન વિપરીત છે, જ્યારે કાર્નીએ ટ્રમ્પના બોર્ડમાં સામેલ થવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. તે સમયે કાર્નીએ ચીનની એક મહત્વપૂર્ણ યાત્રા પૂરી કરી હતી, જ્યાં તેમણે પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે વેપાર અવરોધો ઘટાડવા માટે સમજૂતી કરી હતી. આ સમજૂતી કેનેડાની ‘ઈસ્ટ-વેસ્ટ ટ્રેડ સ્ટ્રેટેજી’નો એક ભાગ હતી, જેનો ઉદ્દેશ્ય ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફને કારણે અમેરિકા સાથેના વેપારમાં વિવિધતા લાવવાનો હતો.
ટ્રમ્પની સીધી પ્રતિક્રિયા અને કાર્નીનું વલણ
ટ્રમ્પે પોતાના દાવોસ ભાષણમાં કાર્નીને સીધી ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે કેનેડાના વડાપ્રધાને કેનેડાની રક્ષામાં અમેરિકાના યોગદાન માટે વધુ આભારી હોવું જોઈએ. ટ્રમ્પે કહ્યું, “કેનેડા અમેરિકાના કારણે જીવિત છે. માર્ક, આગલી વખતે જ્યારે તમે તમારા નિવેદનો આપો, ત્યારે આ યાદ રાખજો.” બીજી તરફ, કેનેડા પાછા ફર્યા બાદ પણ કાર્ની પોતાના વલણ પર અડગ રહ્યા છે અને તેમણે કહ્યું કે આ નાજુક સમયમાં તેમના દેશે નેતૃત્વ કરવું પડશે.વિવાદનું મૂળ: કાર્નીનું દાવોસમાં ભાષણ