પ્રમુખ ટ્રમ્પે વસાહતીઓ અંગેનો કાયદો કડક બનાવવા નિર્ણય કર્યો છે. તેમાં ત્રીજા વિશ્વના અત્યંત ગરીબ દેશો સમાવિષ્ટ હશે તેમ લાગે છે. ઉપરાંત નોન-સીટીઝન્સ માટે તમામ ફેડરલ બેનીફીટસ પણ રદ કરવાના છે.

વોશિંગ્ટનમાં બે નેશનલ ગાર્ડઝ ઉપર એક અફઘાને પ્રાણઘાતક હુમલો કર્યો તે પછી ગિન્નાયેલા પ્રમુખે આ કાનુન ઘડવા નિર્ણય લીધો છે.
ટ્રથુ સોશ્યલ ઉપર કરેલા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ થર્ડ વર્લ્ડ કંટ્રીઝ માંથી આવતા વસાહતીઓ પર કાયમી પ્રતિબંધ મુકી દેવાના છે. આ ત્રીજા વિશ્વના દેશો કયા હશે તે જાણી શકાયું નથી પરંતુ તેમાં અત્યંત ગરીબ અને આર્થિક અસ્થિરતા ધરાવતા દેશો સમાવિષ્ટ હશે તેવું અનુમાન બંધાઈ રહ્યું છે.આ ઉપરાંત બાયડેન તંત્રે લાખ્ખોને વસાહત માટે આપેલી પરવાનગી પણ ટ્રમ્પ રદ્દ કરવા માગે છે. ત્યાં કાનુન વહીવટી પ્રકારનો હોવાથી તેને કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી.
પ્રાપ્ય અહેવાલો પ્રમાણે તે કાનુન ભારતીયોને લાગુ નહીં પડે કારણ કે ભારત તે અત્યંત ગરીબ દેશોની યાદીમાં આવતું નથી કે તદ્દન ઓછા વિકસિત દેશોની યાદીમાં પણ આવતું નથી. આથી સહજ રીતે અનુમાન બંધાઈ રહ્યું છે કે ટેકનિકલ કે વિજ્ઞાાન ક્ષેત્રે સારું પ્રદાન કરી શકે તેવા ભારતીયોને ટ્રમ્પ આવવા દેશે.
જે દેશોના નાગરિકો પર ટ્રમ્પ સંપૂર્ણ પ્રવેશબંધી મુકવાના છે તેમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, બરૃંડી, ચાડ, કોંગો, ગણરાજ્ય, ક્યુબા તથા ઇક્વેટોરિયલ ગીની, ઇરીટ્રીય (જે બંનેમાં ચીનનાં લશ્કરી મથકો છે) હૈતી (જ્યાં અમાનવીય શાસન છે), ઇરાન, લાયોસ, લીબીયા, સીરે-લિયોન, સોમાલિયા, સુદાન, ટોગો, તુર્કએનિસ્તાન, વેનેઝૂએલા અને યમન સામેલ છે. આ દેશોને આ વર્ષના જૂન મહિનામાં અમેરિકાની મુલાકાત લેવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો હતો.

