WORLD : દક્ષિણ આફ્રિકામાં પતિને પત્નીની અટક અપનાવવાની મંજૂરી

0
61
meetarticle

દક્ષિણ આફ્રિકાની બંધારણીય અદાલતે પ્રગતિશીલ અને સમાવેશી ગણી શકાય એવો એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે પતિઓ કાયદેસર રીતે તેમની પત્નીઓની અટક અપનાવી શકે છે. આ ચુકાદા દ્વારા કોર્ટે આ અધિકારને પ્રતિબંધિત કરતા વસાહતી યુગના કાયદાને રદ કર્યો છે. કોર્ટે જણાવ્યું કે આ કાયદો શ્વેત લઘુમતિ શાસન દરમ્યાન લાદવામાં આવેલા ભેદભાવપૂર્ણ અને પુરુષપ્રધાન પરંપરામાં જડાયેલો હતો.


આ કેસ બે કપલો દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. હેનરી વેન ડર મેરવે, જેને તેની પત્ની જાના જોરડનની અટક અપનાવવાની મનાઈ કરવામાં આવી હતી તેમજ એન્ડ્રીયસ નિકોલસ બોર્નમેન, જેને પોતાની પત્ની જેસ ડોનેલીની અટક જોડતા અટકાવવામાં આવ્યો હતો. તેમની દલીલ હતી કે આ કાયદો જૂનો, પુરુષપ્રધાન હતો અને ૧૯૯૪માં રંગભેદની સમાપ્તિ પછી સ્થપાયેલ દક્ષિણ આફ્રિકાના બંધારણમાં અપાયેલી સમાનતાની ખાતરીનું ઉલ્લંઘન કરતો હતો.

બંધારણીય કોર્ટે માન્ય કર્યું કે ઐતિહાસીક રીતે ઘણા આફ્રિકન સમાજ માતૃવંશીય પરંપરાનું પાલન કરતા હતા જેમાં મહિલાઓ તેમના જન્મ સમયના નામ અને અટક જાળવી શકતી હતી અને બાળકો ઘણીવાર તેમના માતાના કુળની અટક અપનાવતા. પણ વસાહતીકરણ અને રોમન-ડચ કાયદાની રજૂઆત પછી આ બધુ બદલાઈ ગયું જેમાં પત્નીઓ તેમના પતિની અટક અપનાવે તેવી પ્રથાનો અમલ ચાલુ કરાયો. આ ચુકાદો આથઈ સમાનતા તો સ્થાપે છે પણ સાથે પુષ્ટી કરે છે કે સ્વદેશી પરંપરાઓ વસાહતીકરણના પ્રભાવથી વિક્ષેપિત થઈ હતી. આ ચુકાદા પછી સંસદે નવી કાનૂની સ્થિતિ પ્રતિબિંબિત કરવા જન્મ અને મરણ રજિસ્ટ્રેશન કાયદા અને તેની નિયમાવલિઓમાં ફેરફાર કરવાની જરૂર પડશે. ગૃહમંત્ર અને ન્યાય મંત્રી બંનેએ આ કેસનો વિરોધ ન કર્યો અને આધુનિક સમાજમાં કાયદાની સુસંગતતાનો સ્વીકાર કર્યો. આ ચુકાદાએ સોશિયલ મીડિયામાં ઉત્સાહ અને ખુશાલીની લહેર જન્માવી છે, જેમાં ઘણાએ તેને પુરુષપ્રધાન ધોરણો નાબૂદ કરવા તેમજ મહિલાઓની ઓળખને મહત્વ આપતી સાંસ્કૃતિક પ્રથા પુનર્જીવિત કરવા પ્રત્યેના પ્રતીકાત્મક પગલા તરીકે ગણાવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here