WORLD : દવાઓ લેવા ભારત આવે તે પહેલા જ ઈરાની વિમાનને અમેરિકાએ નષ્ટ કર્યું, મશહદ એરપોર્ટ પર એરસ્ટ્રાઈક

0
7
meetarticle

ઈરાન-અમેરિકા યુદ્ધમાં એક તરફ શાંતિ અને સમાધાનની વાત થઈ રહી છે અને બીજી તરફ સતત હુમલાઓ થઈ રહ્યા છે. આ તબક્કામાં અમેરિકાની એરસ્ટ્રાઈકમાં ઈરાની એરલાઈન્સનું એક વિમાન ક્ષતિગ્રસ્ત થયું છે. ઈરાનની એરલાઈન્સ મહાન (Mahan Air) એરલાઈનનું વિમાન અમેરિકાની એરસ્ટ્રાઈકનું શિકાર બન્યું છે. જણાવવામાં આવી રહ્યું છે, આ વિમાન રાહત સામગ્રી લેવા માટે દિલ્હી આવવાનું હતું. 1 એપ્રિલના રોજ ભારતથી માનવીય સહાય લેવા માટે આવવાનું હતું, તે પહેલા જ મશહદ એરપોર્ટ પર થયેલા અમેરિકન હુમલામાં આ પ્લેનને નુકસાન થયું છે.

અમેરિકાએ ઈરાનના મશહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટો હવાઈ હુમલો કર્યો છે. જેમાં ભારે નુકસાન થયું છે, જેમાં એક મહાન એરલાઈન્સનું વિમાન પણ છે. મળતી માહિતી અનુસાર, જ્યારે હુમલો થયો, ત્યારે એરપોર્ટ પર એક વિમાન દિલ્હીની ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું.

ઈરાનના સરકારી સૂત્રોએ કહ્યું કે, હુમલામાં મહાન એર લાઈન્સનું એક પેસેન્જર વિમાન નષ્ટ થઈ ગયું. આ વિમાન દિલ્હી આવવાનું હતું અને આ યુદ્ધ પીડિતો માટે 11 ટનથી વધુ માનવીય દવાઓ અને સામગ્રી લઈને ઈરાન જવાનું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here