WORLD : નાઈજીરિયામાં ખ્રિસ્તીઓનો સામુહિક હત્યાકાંડ, પરિવાર સામે જીવતા સળગાવ્યા

0
39
meetarticle

નાઇજીરિયામાં ખ્રિસ્તીઓની ખુલ્લેઆમ હત્યાઓ થઇ રહી છે, દિવસે ને દિવસે ખ્રિસ્તીઓની હત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખ્રિસ્તીઓને પરિવારની સામે જ જીવતા સળગાવવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં જ ૧૦૦ ખ્રિસ્તીઓએ જીવ ગુમાવ્યો હતો. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી નાખી છે. ટ્રમ્પે નાઇજીરિયામાં ઇસ્લામિક કટ્ટરવાદીઓ સામે સૈન્ય ઉતારવાની ધમકી આપી છે અને કહ્યું છે કે જો ખ્રિસ્તીઓ પર હુમલા ના અટક્યા તો અમેરિકા નાઇજીરિયામાં હુમલા કરવા તૈયાર છે. આ ઉપરાંત નાઇજીરિયાને મળી રહેલી તમામ આર્થિક સહાય પણ બંધ કરી દેવામાં આવશે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે જો જરૂર પડી તો અમેરિકા નાઇજીરિયામાં બંદુક સાથે કાર્યવાહી કરશે અને ખ્રિસ્તીઓ પર હુમલો કરનારાઓનો ખાતમો કરી નાખશે. ઇસ્લામિક આતંકવાદીઓ સામે સૈન્ય ઉતારવામાં આવશે. વર્ષ ૨૦૨૩ બાદથી અત્યાર સુધી નાઈજીરિયાના બેન્યૂ રાજ્યમાં જ સાત હજાર લોકોની હત્યા કરી દેવામાં આવી છે. જેમાં મોટાભાગના ખ્રિસ્તીઓ હોવાનો દાવો થઇ રહ્યો છે. આ વર્ષે જૂનમાં જ યેલેવાટામાં જ ૧૦૦થી વધુની હત્યા કરાઇ હતી. એક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ખેતી સાથે સંકળાયેલા ગ્રામીણ વિસ્તારના ખ્રિસ્તીઓની પણ ખુલ્લેઆમ હત્યા થઇ રહી છે. નાઇજીરિયામાં બોકો હરામ નામનું આતંકી સંગઠન સક્રિય છે. જે ન માત્ર ખ્રિસ્તીઓ આદિવાસીઓની પણ ખુલ્લેઆમ હત્યા કરી રહ્યું છે.

આ સ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સૈન્યને નાઈજીરિયામાં કટ્ટરવાદીઓ, આતંકવાદીઓ પર હુમલા કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. નાઈજીરિયામાં સક્રિય બોકો હરામ નામના આતંકી સંગઠને બે વર્ષમાં ત્રણ હજારથી વધુની હત્યા કરી છે. બીજી તરફ નાઈજીરિયાની સરકારે ટ્રમ્પના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. સાથે જ કહ્યું છે કે નાઈજીરિયાની સરકાર આતંકવાદ સામે લડવા, ધાર્મિક સદભાવ વધારવા, તમામ નાગરિકોનું જીવન અને અધિકારોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. જ્યારે ચીને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ધમકીનો વિરોધ કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here