અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૦૨૬ના ફિફા વર્લ્ડ કપ ડ્રો વખતે નવા લોન્ચ થયેલા ફિફા પીસ પ્રાઇઝ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ શાંતિના નોબેલ ઇનામ માટે ટળવળતા ટ્રમ્પને નોબેલ તો ન મળ્યું, પરંતુ ફિફા પીસ પ્રાઇઝ જરૂર મળ્યું હતું. ફિફાના પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનો અને ટ્રમ્પ ખાસ મિત્ર છે. ફિફા પ્રમુખે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ટ્રમ્પને તેના શાંતિ પ્રયત્નો બદલ નોબેલ ઇનામ તો મળવું જ જોઈએ. આજે ગાઝામાં શાંતિ તેમના પ્રયત્નોના લીધે જ સ્થપાઈ છે.ટ્રમ્પને આપવામાં આવેલું ઇનામ ંરમત ઉપરાંત વૈશ્વિક શાંતિને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. ટ્રમ્પ તેના સૌપ્રથમ વિજેતા છે. ટ્રમ્પનો નોબેલ શાંતિ ઇનામ અંગેનો પ્રેમ કોઈનાથી અછૂતો નથી. તેથી માનવામાં આવે છે કે ફિફા દ્વારા આ વર્ષે શરૂ કરવામાં આવનાર શાંતિનું પ્રાઇઝ ટ્રમ્પને જ મળશે. આમ પણ ફિફાના વર્તમાન વડા જિયાની ઇન્ફેન્ટિનોને ટ્રમ્પના ખાસ માનવામાં આવે છે.

ફિફાના આગામી વર્લ્ડ કપ માટે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં જિયાનીએ અમેરિકા પ્રમુખનું સ્વાગત કરતાં ટ્રમ્પને આ ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે તમારા માટે આ એક સુંદર મેડલ છે, જેને તમે ઇચ્છો ત્યાં પહેરી શકો છો. તેના પછી તરત જ ટ્રમ્પે મેડલ તરત જ પોતાના ગળામાં પહેરી લીધો. તેની સાથે ટ્રમ્પને એક પ્રમાણપત્ર પણ આપ્યું, જેમા ટ્રમ્પને વિશ્વમાં શાંતિ અને એક્તા વધારવામાં ફાળો આપનારા જણાવવામાં આવ્યા.
આ ઉપરાંત જિયાનીએ ટ્રમ્પને સોનાની એક ટ્રોફી પણ ભેટ કરી. તેના પર આગળ ટ્રમ્પનું નામ લખ્યું હતું. તેણે જણાવ્યું હતું કે તમે શાંતિના ઇનામ માટે યોગ્ય વ્યક્તિ છો. તમારા તમામ પ્રયત્નો અને સિદ્ધિઓ માટે આ ઇનામ છે. ફિફા શાંતિ ઇનામ મળ્યા પછી ટ્રમ્પ ઉત્સાહિત દેખાયા. તેમણે જણાવ્યું હતું કે આ મારા જીવનના સૌથી મોટા સન્માનોમાં એક છે. તેમણે તેના પછી તેમના કુટુંબ અને ખાસ કરીને પત્ની મેલેનિયાનો આભાર માન્યો હતો.
ટ્રમ્પે યજમાન દેશ મેક્સિકો અને કેનેડા બંનેની તેના આયોજનને લઈને ભરપૂર પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નોબેલનું ઇનામ વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્યું છે.

