WORLD : પાકિસ્તાનને ઈરાનની ‘ગિફટ’, હોર્મુઝમાંથી 20 જહાજને નીકળવાની મંજૂરી, દરરોજ 2 જહાજ થશે પસાર

0
11
meetarticle

ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને એક મોટી સફળતા મળી છે. ઉર્જા સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને ઈરાન સાથે મહત્વની ડીલ કરી છે. જેના અંતર્ગત પાકિસ્તાનના 20 જહાજોને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની વિશેષ પરવાનગી મળી ગઈ છે.

શું છે આ ખાસ સમજૂતી?

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે આ ડીલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નવી વ્યવસ્થા હેઠળ દરરોજ બે જહાજોને હોર્મુઝના રસ્તેથી પસાર થવા દેવામાં આવશે. આ પગલાને પાકિસ્તાને પોતાના ઉર્જા સંકટમાં મોટી રાહત ગણાવી છે. નોંધનીય છે કે, ડારે આ જાહેરાત કરતી વખતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘજીને ટેગ કર્યા હતા, જે આ ડીલ પાછળના મોટા કૂટનીતિક ખેલ તરફ ઈશારો કરે છે.

હોર્મુઝ સ્ટ્રેટ કેમ બંધ?

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને લગભગ બંધ કરી દીધો છે. આ કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. હાલમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) આ વિસ્તારને એક ચેકપોઈન્ટમાં ફેરવી દીધો છે. જ્યાં કડક તપાસ અને ક્લિયરન્સ કોડ બાદ જ જહાજોને પ્રવેશ મળે છે.

પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકા

જંગની શરૂઆતથી અત્યાર સુધી આ રસ્તેથી માત્ર 150 જહાજો પસાર થઈ શક્યા છે, જે સામાન્ય કરતા 90% ઓછું ટ્રાફિક છે. આવા સમયે પાકિસ્તાને મધ્યસ્થી તરીકે પોતાની છબી મજબૂત કરી છે. સેના પ્રમુખ આસિમ મુનીરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી. વિદેશ મંત્રી ઇશાક ડારે ઈરાન અને તુર્કિયેના નેતાઓ સાથે સંપર્ક સાધ્યો. વડાપ્રધાન શહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે લાંબી ચર્ચા કરી.

નિષ્ણાતોનો મત ઈરાન તરફથી ઇનામ

નિષ્ણાતો માને છે કે, પાકિસ્તાનને મળેલી આ રાહત ઈરાન તરફથી એક ઇનામ સમાન છે. પાકિસ્તાને ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે વાતચીતની યજમાની કરવાની તૈયારી પણ દર્શાવી છે. આ ડીલથી પાકિસ્તાનને સસ્તું તેલ અને ગેસ મળવાની આશા ફરી જાગી છે, જે તેની કંગાળ અર્થવ્યવસ્થા માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here