પશ્તુન, બલૂચ, સિંધી અને કહેવાતા આઝાદ-કાશ્મીર (પાક. કબજા નીચેના કાશ્મીર)ના નેતાઓએ સાથે મળી પોત પોતાના પ્રાંતોને પશ્ચિમ પંજાબના પંજાબીઓના શાસન (પાકિસ્તાન)માંથી પોતાને મુક્ત કરવા નિર્ણય લીધો છે.

પીઓકેના અગ્રણી અમજદ અય્યુબ મિર્ઝાએ જણાવ્યું હતું કે આ બધા જ સમુદાયોએ પાકિસ્તાનની પકડમાંથી છેવટે ગેરિલા વોરફેર દ્વારા પંજાબીઓના બનેલા લશ્કરને પરાસ્ત કરી સ્વતંત્ર થવા નિર્ણય લેવાયો છે. તે સર્વેએ પાકિસ્તાન સરકારની સખત આલોચના કરી હતી અને છેવટે ગેરિલા યુદ્ધ દ્વારા દુશ્મન (પાકિસ્તાન) સેનાને મારી હઠાવવા નિર્ધાર કર્યો છે.
મિર્ઝાએ પત્રકારોને આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હવે અમે ગેરિલા યુદ્ધ આદરવાના છીએ. અમોને રશિયા કે અમેરિકા જેવા મહાબળી રાષ્ટ્રો પણ પરાજિત ન કરે.
તેઓએ વધુમાં કહ્યું કે મદ્રેસાઓના માધ્યમથી અમારા કિશોરો અને યુવાનોનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. જન. ઝિયા ઉલ હક્કના શાસન (૧૯૭૭-૧૯૮૮) દરમિયાન ખૈબર-પખ્તુનવામાં માત્ર ૯૭ મદ્રેસાઓ હતી. હવે તેની સંખ્યા ૧૦૦૦૦ થી પણ વધી ગઈ છે. જેમા મોટે ભાગે ૧ કે ૨ વર્ગખંડો હોય છે. અને ત્યાં શિક્ષણ કેટલું અપાતું હશે તેની કોઈ માહિતી નથી. પરંતુ તેમને કટ્ટરપંથી બનાવી દેવાયા છે.
આ અગ્રણીએ તેમ પણ કહ્યું હતું કે અમે હવે પર્વતોમાં વિશાળ શિલાઓ પાછળ રહી આ સ્વાતંત્ર્ય સેનાનીઓ પાકિસ્તાનની સેનાનો કટ્ટર સામનો કરે છે. મદ્રેસાઓ ને ઝિયા ઉલ હક્કના શાસન દરમિયાન સ્થપાઈ છે તેમાં આધુનિક શિક્ષણ અપાતું જ નથી. માત્ર ધાર્મિક શિક્ષણ જ અપાય છે અને આતંકવાદ ફેલાવવાની તાલિમ અપાય છે.

