WORLD : પીઓકેમાં આઝાદીની આગ વચ્ચે પાક. સરકાર પ્રાંતોના ટુકડા કરવાની ફિરાકમાં

0
40
meetarticle

 પાકિસ્તાનમાં મોટા પ્રાંતોના ભાગલા પાડીને નાના પ્રાંતો રચવામાં આવશે, આ નિર્ણયને લઇને હાલ પાક.માં રાજકીય વિવાદ સર્જાયો છે. ભાગલા સમયે પાકિસ્તાનમાં પાંચ પ્રાંતો હતા જેમ કે પૂર્વ બંગાળ, પશ્ચિમ પંજાબ, ઉત્તર-પશ્ચિમ સરહદ પ્રાંત અને બલુચિસ્તાન, ૧૯૭૧ના મુક્તિ સંગ્રામ પછી, પૂર્વ-બંગાળ અલગ થતાં બાંગ્લાદેશ સર્જાયો. હવે પાકિસ્તાનમાં ફરી વિભાજનની ચર્ચાએ જોર પકડયું છે. પ્રાંતોના ભાગલા પાડવાનો નિર્ણય એવા સમયે લેવાઇ રહ્યો છે જ્યારે પીઓકેમાં લોકો આઝાદીની માગ કરી રહ્યા છે.  તજ્જ્ઞાોનું કહેવું છે કે પાક.માં પ્રાંતોના ટુકડા કરવાથી ફાયદો થવાને બદલે નુકસાન વધુ થશે. અત્યારે પહેલાં જે નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર તરીકે ઓળખાતો હતો તે પ્રાંત હવે ખૈબર પખ્તુનવા કહેવાય છે. જ્યારે પંજાબ સિંધ અને બલુચિસ્તાન યથાવત્ રહ્યા. આ પૈકી ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાનમાં સ્વતંત્રતાની ભાવના જોર પકડી રહી છે. તેવે સમયે શહબાઝ સરકાર આવું પગલું વિચારી ગંભીર ભૂલ કરી રહી છે. 

પાકિસ્તાનનાં અગ્રીમ અંગ્રેજી વર્તમાનપત્ર ડૉનના જણાવ્યા પ્રમાણે અબ્દુલ અલીમ ખાનનું આ કથન કેટલાયે સેમિનાર અને મીડિયા ચર્ચા પછી આવ્યું છે. ઇસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટી (આઈપીપી)ના નેતા વારંવાર કહેતા આવ્યા છે કે તેથી શાસન અને સેવા મજબૂત થશે. નાગરિકોને લાભ થશે. તે સૂચન પ્રમાણે દરેક પ્રાંતને ત્રણ ભાગોમાં વહેંચવાની વાત છે.આ ઇન્તેકામ પાર્ટી શહબાઝ શરીફની ગઠબંધન સરકારનો હિસ્સો છે. પરંતુ આ ગઠબંધનમાં રહેલી બિલાવલ ભુટ્ટોની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે તે સહજ રીતે સિંઘનાં વિભાજનની સખત વિરોધી છે. નવેમ્બરમાં જ સિંઘના મુખ્યમંત્રી મુરાદ અલિખાને ચેતવણી આપી હતી કે તેની પાર્ટી સિંઘના ત્રણ ભાગ કરવાની કોઈ પણ કાર્યવાહીનો સખત વિરોધ કરશે. ખાસ કરીને આઈપીપી તથા મુઝાહીદ કૌમી મુવમેન્ટ ઓફ પાકિસ્તાન (એલ.ક્યુ.એલ.પી.) તો ખુલ્લેઆમ આ પ્રસ્તાવની વિરૂદ્ધ પડી ગઈ છે. તેમજ તે માટે સંવિધાનમાં ૨૮મું સંશોધન કરી નવા પ્રાંત બનાવવાની ગતિવિધિના તમામ લોકતાંત્રિક અને કાનૂની રસ્તા તો લેશે જ. આ અંગે નિરીક્ષકો ભીતિ દર્શાવે છે કે કાનૂન અને સંવૈધાનિક માર્ગો તો લેતાં લેવાશે. તે પૂર્વે લોકો રસ્તા પર ઉતરી પડશે, અને ત્યારે આર્થિક સંકટમાં રહેલા આ દેશમાં ભારે રાજકીય સંકટ પણ ઊભું થશે. આથી ફાયદો થવાને બદલે નુકસાન વધુ થશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here