WORLD : પીટ હેગસેથે કહ્યું એટલે મેં ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો હતો : ડોનાલ્ડ ટ્રમ્પ

0
9
meetarticle

લગભગ બધું જ કરીને કશુ જ માથે ન રાખતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઇરાન સાથેના યુદ્ધનો ગાળિયો યુદ્ધમંત્રી પીટ હેગસેથના માથે નાખી દીધો છે. તેમણે જાહેરમાં જ જણાવ્યું હતું કે ઇરાન સાથેના યુદ્ધનો વિચાર જ પીટ હેગસેથનો હતો હેગસેથ મારા ગાઢ અને નજીકના સહયોગીઓમાં એક છે. અમે લશ્કરી અધિકારી સાથે ઇરાન અંગે ચર્ચા કરવા એકત્રિત થયા હતા ત્યારે જ હેગસેથે લશ્કરી ઉપાય સૂચવ્યો હતો.

આમ આજે આખા અમેરિકામાં ઇરાન સાથેના યુદ્ધની સામે આકરા પ્રતિભાવો પડી રહ્યા છે ત્યારે ટ્રમ્પે હવે તેમાથી બચવાના મરણિયા પ્રયત્નો આદરી દીધા છે. પીટ હેગસેથના માથે ઇરાન યુદ્ધનો નાખી દીધેલો ગાળિયો તેનું જ ઉત્તમ ઉદાહરણ છે. ટ્રમ્પે આ ઉપરાંત જણાવ્યું હતું કે ઇરાન સાથે યુદ્ધનો અંત લાવવા માટે રચનાત્મક વાત થઈ રહી છે. તેથી જ અમેરિકા પાંચ દિવસ સુધી તેના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા કરવાનું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ઇરાને ટ્રમ્પના દાવાને ફેક ન્યૂઝ ગણાવ્યો છે. તેણે જણાવ્યું હતું કે એમેરિકા સાથે અમારે કોઈ વાટાઘાટ થઈ નથી. તેમણે ફક્ત નાણાકીય અને ઓઇલ માર્કેટ્સમાં ગેરરીતિ આચરવા માટે આ પ્રકારની જાહેરાત કરી છે.

જ્યારે આ અંગે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જણાવ્યું હતું કે મારે ટ્રમ્પ સાથે વાત થઈ છે. તેમણે મને ઇરાન સાથેની શાંતિની દરખાસ્તો અંગે વાત કરી હતી. પણ હું એટલું સ્પષ્ટ કહીશ કે ઇઝરાયેલ ઇરાન પર હુમલા કરવાનું અને લેબનોનમાં હીઝબુલ્લાહને કચડી નાખવાનું ચાલુ રાખશે. અમે ઇરાનના પરમાણુ કાર્યક્રમને ખતમ કરી રહ્યા છીએ અને તેવું જ મિસાઇલ કાર્યક્રમનું કરી રહ્યા છીએ. અમે તેમના બે પરમાણુ વૈજ્ઞાાનિકને ખતમ કરી દીધા છે. આ ઉપરાંત અમે સતત અમેરિકન પ્રમુખના સંપર્કમાં છીએ. ટ્રમ્પે અગાઉ જણાવ્યું હતું કે ઇરાન સાથે યુદ્ધનો અંત લાવવા નેતાન્યાહુને સાથે રાખીને નિર્ણય લેવામાં આવશે.

આમ ટ્રમ્પે એકબાજુએ શાંતિની વાત કરી છે તો બીજી બાજુએ અમેરિકન મરીન આ વિસ્તારમાં આગળ વધી રહ્યા છે. તેના પગલે તે અટકળોને વેગ મળ્યો છે કે અમેરિકા કદાચ ખાર્ગ દ્વીપ કબ્જે કરવાનો પ્રયત્ન કરી શકે. આ ટાપુ પર ઇરાન નોંધપાત્ર ઓઇલ નેટવર્ક ધરાવે છે. ંઅમેરિકાએ લગભગ અઠવાડિયા પહેલાં ત્યાં બોમ્બ હુમલો કર્યો હતા, પરંતુ ઇરાન અત્યાર સુધી તેને જાળવી રાખવામાં સફળ રહ્યું છે. ટ્રમ્પ અગાઉ ઇરાનની ધરતી પર લશ્કર ઉતારવાના નથી, પરંતુ તેમના દાવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

ટ્રમ્પ એકબાજુ યુદ્ધ રોકવાની જાહેરાત કરે છે અને બીજી બાજુ અમેરિકા ઇઝરાયેલે ઇરાન પર હુમલા કરવાનું જારી રાખ્યુ હતુ. બીજી બાજુએ ઇરાને પણ તેનો વળતો જવાબ આપ્યો હતો અને કુવૈત પર પણ ડ્રોન હુમલા કર્યા હતા. ઇઝરાયેલેજણાવ્યું હતું કે તેમના તરફ ઇરાનથી વધુ એક મિસાઇલ છોડવામાં આવી હતી. પાકિસ્તાને જણાવ્યું હતું કે અમેરિકા અને ઇરાન વચ્ચે રચનાત્મક મંત્રણા થતી હોય તો તે પોતે તેને ત્યાં બેઠક યોજવા તૈયાર છે.

આ દરમિયાન લેબનોને એક મહત્ત્વનું પગલું ભરતા ઇરાનના રાજદૂતને પર્સોના નોન ગ્રેટા જાહેર કરીને તાત્કાલિક અસરથી દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ઇરાનની કોઈપણ ફ્લાઇટને લેબનોનમાં લેન્ડ ન થવા દેવાનો આદેશ પણ આપ્યો છે. ઇઝરાયેલે આ ઉપરાંત દક્ષિણ લેબનોનમાં તેની કાર્યવાહી તેજ કરી દીધી છે. ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના ટાયર શહેરને ખાલી કરવા જણાવી દીધુ છે. તે ટાયર શહેરને બાકીના લેબનોન સાથે જોડતી એકમાત્ર સડકને ગમે ત્યારે કાપી શકે છે. તેના પછી તે દક્ષિણ લેબનોનના હિસ્સાને અલગ પાડીને હીઝબુલ્લાહનો ખાતમો બોલાવશે તેમ જણાવ્યું છે. જો કે ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના ગ્રામીણ વિસ્તારોમાં હીઝબુલ્લાહના તીવ્ર સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. ઇઝરાયેલના દક્ષિણ લેબનોનના હુમલામાં ૧૨ના મોત નીપજ્યા હતા. હીઝબુલ્લાહ પાસે ઇઝરાયેલે ધાર્યો હતો તેના કરતાં વધુ દારુગોળો હોવાનું મનાય છે. ઇઝરાયેલના લેબનોન પરના હુમલામાં ૧,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. ઇરાનમાં ૧,૫૦૦થી વધુના મોત થયા છે. જ્યારે ઇઝરાયેલમાં ૧૫ના મોત થયા છે. આ ઉપરાંત અમેરિકન લશ્કરના ૧૩ જવાનના મોત થયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here