WORLD : પેટ્રોલના હાલના ભાવની મજા માણી લો, ટૂંક સમયમાં…’ ઈરાનની અમેરિકાને ચેતવણી

0
11
meetarticle

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું વાકયુદ્ધ હવે ગંભીર વળાંક લઈ રહ્યું છે. પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરોની સૈન્ય નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના જવાબમાં ઈરાને ‘ઓઈલ વોર્નિંગ’ આપીને વિશ્વભરમાં તેલના ભાવમાં ભડકો થવાના સંકેત આપ્યા છે.

‘પેટ્રોલના ભાવની મજા માણી લો’

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગલીબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અમેરિકન ગ્રાહકોને નિશાન બનાવીને મોટી ચેતવણી આપી છે. તેમણે લખ્યું કે, “અત્યારે મળી રહેલા પેટ્રોલના ભાવનો આનંદ માણી લો. આ નાકાબંધીને કારણે ટૂંક સમયમાં તમને 4-5 ડોલરમાં મળતા પેટ્રોલની યાદ આવશે.” ગલીબાફનો ઈશારો સ્પષ્ટ છે કે જો અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ ઊભો કરશે, તો ઈંધણના ભાવ આસમાને પહોંચશે.

હોર્મુઝ સ્ટ્રેટ અને વૈશ્વિક સંકટ

હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પુરવઠા માટેની ‘લાઈફલાઈન’ ગણાય છે. વિશ્વના કુલ તેલ વપરાશનો 20% હિસ્સો આ સાંકડા સમુદ્રી માર્ગ પરથી પસાર થાય છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે આ રૂટ બંધ થાય અથવા જોખમમાં મુકાય, તો વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનું મોટું સંકટ ઊભું થઈ શકે છે, જે મોંઘવારીમાં તોતિંગ વધારો કરશે.

ઈરાનના બહાને ચીન પર નિશાન

રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પની આ ‘નાકાબંધી’ ઓપરેશન માત્ર ઈરાન પૂરતું સીમિત નથી, પરંતુ તેની પાછળ ચીન પણ એક મોટું લક્ષ્ય છે. હકીકતમાં, ઘણા તેલ જહાજો અમેરિકન પ્રતિબંધોથી બચવા માટે ચીની કરન્સી ‘યુઆન’ નો ઉપયોગ કરી રહ્યા હતા, જે દાયકાઓ જૂની ‘પેટ્રોડોલર’ (Petrodollar) સિસ્ટમ માટે સીધો પડકાર છે. અમેરિકા આ નાકાબંધી દ્વારા ચીન અને ઈરાન બંનેની આર્થિક ગતિવિધિઓ પર અંકુશ મેળવવા માંગે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here