WORLD : ભારતનું ટેન્શન ખતમ, પાકિસ્તાનને અમેરિકા નહીં આપે AMRAAM મિસાઈલ, ટ્રમ્પે ના પાડી દીધી

0
42
meetarticle

પાકિસ્તાનને અમેરિકા તરફથી AMRAAM મિસાઇલ મળવાની નથી. અમેરિકાએ એવા તમામ અહેવાલોને સદંતર નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાનને નવી AMRAAM મિસાઇલો મળશે.

વ્હાઈટ હાઉસનો ખુલાસો  

વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે મીડિયામાં એવી ખબરો ચાલી રહી છે કે અમેરિકા AIM-120 (એડવાન્સ મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઇલ) પાકિસ્તાનને આપવા જઈ રહ્યું છે, પરંતુ આ અહેવાલોમાં કોઈ સત્યતા નથી. AIM-120 AMRAAM એ હવાથી હવામાં માર કરનારી અત્યંત ઘાતક મિસાઇલ છે.

કેવી રીતે ભ્રમ ફેલાયો?

તાજેતરમાં એક અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા કે અમેરિકાના યુદ્ધ વિભાગ (DoW), જેને અગાઉ સંરક્ષણ વિભાગ કહેવાતું હતું તેના દ્વારા જાહેર કરાયેલા હથિયારોના એક કોન્ટ્રાક્ટમાં પાકિસ્તાનને AIM-120 AMRAAMના ખરીદદારોમાં સામેલ કરવામાં આવ્યું છે.DoW અનુસાર AMRAAM બનાવતી કંપની રેથિયૉન (Raytheon) ને મિસાઇલના C8 અને D3 વેરિઅન્ટના ઉત્પાદન માટે “અગાઉ અપાયેલા કોન્ટ્રાક્ટ (FA8675-23-C-0037)” પર 41.6 મિલિયન અમેરિકી ડૉલરથી વધુનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ સંશોધનમાં પાકિસ્તાનને વિદેશી સૈન્ય ખરીદદારોમાં સામેલ કરાયું હતું અને ત્યારબાદ કોન્ટ્રાક્ટનું કુલ મૂલ્ય 2.51 બિલિયન અમેરિકી ડૉલરથી વધુ થઈ ગયું હતું. જોકે, અમેરિકાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે હથિયારો અંગે તેમની કોઈ ડીલ થઈ નથી.

AIM-120 શા માટે છે ખાસ?

અમેરિકાની એરફોર્સના મતે, AMRAAM હવાથી હવામાં માર કરનારી ખૂબ જ ઘાતક મિસાઇલ છે. આ મિસાઇલ પોતાના ટાર્ગેટને ખતમ કરીને જ દમ લે છે.  AIM-120 ને હ્યુજીસ એરક્રાફ્ટ કંપની અને રેથિયૉન કંપની મળીને બનાવે છે. આ મિસાઇલની લંબાઈ 143.9 ઇંચ (366 સેન્ટિમીટર) છે અને લૉન્ચ કરતી વખતે તેનું વજન 150.75 કિલોગ્રામ હોય છે. તે હવાથી હવામાં 20 માઇલ સુધી માર કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ સુપરસોનિક સ્પીડથી ટાર્ગેટ તરફ આગળ વધે છે અને પલક ઝપકતામાં પોતાનું કામ કરી દે છે. તેમાં ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે એક્ટિવ રડાર ટર્મિનલ અથવા ઇનર્શિયલ મિડકોર્સ લાગેલા હોય છે. આનું શરૂઆતી વર્ઝન સપ્ટેમ્બર 1991થી જ અમેરિકી સેના દ્વારા ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here