WORLD : ભ્રષ્ટાચારના કેસમાં જિનપિંગના ગાઢ સહયોગી જનરલની હકાલપટ્ટી

0
50
meetarticle

ચીનના બે ટોચના જનરલની શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી અને લશ્કરમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. શુક્રવારે ચીનના સંરક્ષણ મંત્રાલયે તેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગેરશિસ્ત અને કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરવાના લીધે તેમને બરતરફ કરવામાં આવ્યા છે.  હકાલપટ્ટી કરવામાં આવેલા જનરલ હે વેઇડોંગ ચીનમાં બીજા નંબરના જનરલ માનવામાં આવે છે. બીજા નંબરના જનરલ મિયાઓ હુઆ ચીનના લશ્કરના ટોચના અધિકારીમાં સામેલ છે. 

ચીન પોતાના મંત્રાલયોમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવી રહ્યું છે. બંને આ અભિયાન હેઠળ હકાલપટ્ટી કરવામાં આવ્યા હોય તેવા સૌથી વરિષ્ઠ લશ્કરી અધિકારી છે.આ ચળવળ હેઠળ ૨૦૨૩થી જ ચીનનું લશ્કર ટોચના નેતૃત્વના ભ્રષ્ટાચારને નિશાન બનાવી રહ્યું છે. તેમા વેઇડોંગની હકાલપટ્ટી એટલા માટે મહત્ત્વની મનાય છે કેમકે તે કેન્દ્રીય લશ્કરી પંચના વર્તમાન સભ્યના સ્વરૂપમાં હટાવવામાં આવનારા પ્રથમ જનરલ છે. તે છેલ્લે માર્ચમાં જાહેરમાં દેખાયા હતા. પણ તેમની સામેની તપાસ જાહેર કરાઈ ન હતી. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા શિયાજોગાંગે જણાવ્યું હતું કે મિયાઓ અને અન્ય સાત વરિષ્ઠ અધિકારીઓએ પક્ષની શિસ્તનો ગંભીર પણ ભંગ કર્યો છે. તેઓ મોટાપાયા પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું મનાય છે. તેમના ગુના અત્યંત ગંભીર છે અને તેના ભયંકર પરિણામ સામે આવ્યા છે. તેમા પણ હે વેઇડોંગ તો જિનપિંગની કમ્યુનિસ્ટ પાર્ટીના ૨૪ સભ્યોના પોલિટબ્યૂરોના સભ્ય હતા. તેમને જિનપિંગના ગાઢ સહયોગી મનાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here