WORLD : મસ્ક ફરીથી ધનવાનોની યાદીનો ‘શહેનશાહ’, એલિસન બીજા ક્રમે

0
82
meetarticle

ઇલોનો મસ્ક ફરીથી વિશ્વના ધનવાનોની દુનિયાનો શહેનશા બન્યો છે. તેણે વિશ્વના ટોચના અબજપતિનું સ્થાન પરત મેળવી લીધું છે અને ૪૦૦ અબજ ડોલરથી પણ વધુ સંપત્તિ ધરાવનાર વિશ્વના એકમાત્ર અબજપતિનો મુકામ પણ મેળવ્યો છે. થોડા સમય પહેલા ઓરેકલના સ્થાપક લેરી એલિસનથી તે પાછળ પડી ગયો હતો. હવે તેણે એલિસનને ઘણા પાછળ છોડી દીધા છે.

તાજેતરમાં મસ્કની સંપત્તિમાં ૩૫ અબજ ડોલરનો વધારો થયો. તેના કારણે તેની સંપત્તિ ૪૧૯ અબજ ડોલર પર પહોંચી ગઈ. જો કે આ વર્ષે મસ્કની નેટવર્થમાં ૧૩.૮ અબજ ડોલરનો ઘટાડો થયો છે. એક સમયે તો માનવામાં આવતું હતું કે તેની સંપત્તિ ૫૦૦ અબજ ડોલરનો જાદુઈ આંકડો વટાવશે. મસ્ક વિશ્વનો એકમાત્ર એવો અબજપતિ છે જેની સંપત્તિ ૪૦૦ અબજ ડોલરથી વધુ છે.બીજી બાજુએ એલિસનની સંપત્તિ ૩૮૫ અબજ ડોલરથી ઘટીને ૩૪૯ અબજ ડોલર થઈ ગઈ છે. શુક્રવારે તેની નેટવર્થમાં ૧૪.૫ અબજ ડોલરનો ઘટાડો થયો. આમ તો આ વર્ષે તેની નેટવર્થ ૧૫૭ અબજ ડોલર વધી છે. ફેસબૂકની પેરેન્ટ કંપની મેટાના પ્લેટફોર્મના સીઇઓ માર્ક ઝકરબર્ગે ૨૬૫ અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા નંબરે છે.

જ્યારે એમેઝોનના જેફ બેઝોસ ૨૫૦ અબજ ડોલર સાથે ચોથા ક્રમે, લેરી પેજ ૨૧૧ અબજ ડોલર સાથે પાંચમાં ક્રમે, સર્ગેઈ બ્રિન ૧૯૮ અબજ ડોલર સાથે છઠ્ઠા ક્રમે, સ્ટીવ બાલમર ૧૭૫ અબજ ડોલર સામે સાતમા ક્રમે, બર્નાર્ડ આર્નોલ્ટ ૧૬૩ અબજ ડોલર સાથે આઠમા ક્રમે, જેસન હુઆંગ ૧૫૫ અબજ ડોલર સાથે નવમાં ક્રમે અને માઇકલ ડેલ ૧૪૯ અબજ ડોલર સાથે ૧૦માં ક્રમે છે. આશ્ચર્યજનક રીતે જોઈએ તો બિલ ગેટ્સ આમા નથી.

ભારત અને એશિયાના સૌથી મોટા અબજપતિઓમાં એક મુકેશ અંબાણી ૯૮.૯ અબજ ડોલર સાથે ૧૮મા ક્રમે છે. ચાલુ વર્ષે અંબાણીની સંપત્તિ ૮.૨૫ અબજ ડોલર વધી છે.

જ્યારે અદાણી ગુ્રપના ચેરમેન ગૌતમ અદાણી ૮૨.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ફરીથી ટોપ ટેનમાં પરત આવી ગયા છે. શુક્રવારે તેમની નેટવર્થમાં કુલ ૩.૪૦ અબજ ડોલરનો વધારો થયો હતો. ટોચના દસમાંથી નવ અબજપતિ અમેરિકાના છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here