યુકેના લિંકનશેરમાં રહેતા 86 વર્ષીય વૃદ્ધને થૂંકવાનું મોંઘુ પડી ગયું છે. તેમને ફક્ત મોઢામાં વોક દરમિયાન જતાં રહેલા પાંદડાના કારણે થૂંકવા બદલ 250 પાઉન્ડ એટલે કે ૨૬ હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે રોય નામના વૃદ્ધ બગીચામાં ચાલવા જવાને લઈને વિચારતા થઈ ગયા છે.

રોય માર્શ જ્યારે ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે તેમને કલ્પના પણ ન હતી કે અત્યંત નાની કહેવાતી ભૂલ તેમેને ભારી પડશે. તેમના મોઢામા ચાલવા દરમિયાન કોઈ પાંદડું જતુ રહ્યુ હતુ. હવે તે પોતે પાછા અસ્થમાના દર્દી છે. તેના કારણે આ રીતે તેમના માટે મોઢામાં પાંદડુ સહન કરવું અઘરું હતુ. તેથી તેમણે તરત જ થૂંકી કાઢ્યુ.લિંકનશેરના સ્કેગનેસમાં થયેલી આ ઘટનાની ફરિયાદ પછી રોય પર એક સમયે તો 250 પાઉન્ડનો દડ લાગ્યો હતો, પરંતુ પછી તેનો દંડ ઘટાડીને 150 પાઉન્ડ કરવામાં આવ્યો હતો. તેમણે તેની ચૂકવણી કરી દીધી છે.
રોય માર્શનું માનવું છે કે અધિકારીઓએ સમજદારી બતાવવી જોઈતી હતી. સામાન્ય રીતે કોઈ ગુનો થાય તો દંડ કરવામાં આવતો હોય છે, મને જે થયું તે કોઈપણ ઉંમરલાયક માણસને થઈ શકે છે. આ રીતે જ દંડ લેવાતો રહેશે તો પાર્કમાં ઉંમરલાયક માણસો ફરવા નહીં આવે.

