WORLD : યુકેમાં મેન્સન ટેક્સનું ટેન્શન, 26 અબજ પાઉન્ડથી વધુ નવા વેરા

0
45
meetarticle

 તાજેતરમાં જ સમાચાર હતા કે અબજપતિ લક્ષ્મીપતિ મિત્તલે મેન્સન ટેક્સના ટેન્શનને લઈને યુકે છોડી દીધું હોવાના સમાયાર હતા. હવે યુકેની નાણા પ્રધાન રાચેલ રીવ્ઝના બજેટમા ૨૬ અબજ પાઉન્ડથી પણ વધુ રકમના નવા વેરા ઝીંકવામાં આવ્યા છે. આ બજેટમાં પ્રોપર્ટીઓ પર સરચાર્જ લાદવામાં આવ્યો છે અને ઓનલાઇન ગેમ્બલિંગ પરનો ટેક્સ વધારવામાં આવ્યો છે.

યુકેની નાણાપ્રધાન રાચેલ રીવ્સે રજૂ કરેલા બજેટમાં કારોબારો માટે કોર્પોરેટ ટેક્સ ૨૫ ટકા રાખ્યો છે. તેની સાથે યુકેમાં કારોબાર કરનારા માટે કેટલાક પ્રોત્સાહનોની જાહેરાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે એનર્જી બિલ્માં ૧૫૦ પાઉન્ડનો ઘટાડો કરવાની, રેલ્વે ભાડું સ્થગિત કરવાની અને કુટુંબો માટે બે બાળકોની ટોચમર્યાદા નાબૂદ કરીને હજારો બાળકોને ગરીબીમાંથી બહાર કાઢવાનું પગલું લીધું છે.

આ ઉપરાંત તેમણે ઇન્કમટેક્સ થ્રેશહોલ્ડ વધુ ત્રણ વર્ષ એટલે કે ૨૦૨૮ સુધી મુલતવી રાખતા ૨૦ લાખથી પણ વધુ લોકો કરવેરાના ઊંચા સ્લેબમાં આવશે. હાલમાં આખા બ્રિટનમાં તેની જ ચર્ચા ચાલી રહી છે. આના કારણે અબજપોપતિઓ યુકે છોડવા લાગ્યા હોવાનું કહેવાય છ. 

૨૦ લાખ પાઉન્ડથી પણ વધુ સંપત્તિ હોય તો તેના પર મેન્સન ટેક્સ લાગે છે, આખા યુકેમાં હાલમાં મેન્સન ટેક્સની ચર્ચા છે. આ ઉપરાંત ડિવિડન્ડ, પ્રોપર્ટી અને સેવિંગ્સ ઇન્કમ પર ટેક્સ વધારીને વધારાની ૨.૧ અબજ ડોલરની આવક ઊભી કરી શકાશે તેમ તેઓ માને છે.

આ સિવાય ઓનલાઇન ગેમ્બલિંગ પર પણ ઊંચો વેરો લગાવવામાં આવશે અને તેમા રિમોટ ગેમિંગ ડયુટી વધારીને ૪૦ ટકા કરવામાં આવશે અને ઓનલાઇન બેટિંગ પરની ડયુટી પણ વધારીને ૨૫ ટકા કરવામાં આવી છે. ઉદ્યોગસાહસિકો માટે તેમનો સંદેશો સ્પષ્ટ છે કે જો તમે બ્રિટનમાં કંઇક કરો છો તો સરકાર તમને સમર્થન કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here