WORLD : યુરોપના એરપોર્ટ્સ પર સાઇબર એટેક હીથ્રો, બર્લિન, પેરિસમાં મુસાફરો રઝળ્યા

0
78
meetarticle

લંડન, પેરિસ, ફ્રેન્કફર્ટ : યુરોપના અગ્રણી એરપોર્ટ્સ પર સાઇબર હુમલો થતા રીતસરની તેની કામગીરી ખોરવાઈ ગઈ હતી. તેના કારણે રીતસર અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો અને તેના કારણે એરપોર્ટ ટ્રાફિક પર અસર પડી હતી. સાઇબર એટેકના લીધે ટેકનિકલ કામગીરી ખોરવાઈ જતા એરપોર્ટ ઓથોરિટીઓએ મેન્યુઅલી કામ કરવાની ફરજ પડી હતી. આના કારણે કેટલીય ફ્લાઇટ્સ રદ થતાં પ્રવાસીઓ હેરાન થયા હતા.

યુરોપના અત્યંત વ્યસંત મનાતા લંડનના હીથ્રો એરપોર્ટ, જર્મનીના ફ્રેન્કફર્ટ અને બર્લિન એરપોર્ટ અને ફ્રાન્સના પેરિસ તથા બ્રસેલ્સના એરપોર્ટની  ચેક-ઇન અને લગેજ સિસ્ટમ સાઇબર હુમલાના લીધે ખોરવાઈ ગઈ હતી. તેના લીધે આખા યુરોપના આ બધા એરપોર્ટ પર ટ્રાફિક એકદમ ધીમી ગતિએ આગળ વધ્યો હતો અને તેની સાથે જાણે એરપોર્ટ રેલ્વે સ્ટેશન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ફ્લાઇટ ઉપાડવામાં વિલંબ થતા અને કેટલીય ફ્લાઇટ રદ થતાં અને કેટલીક રિશેડયુલ કરવામાં આવતા પ્રવાસીઓની હાલાકીમાં વધારો થયો હતો.પ્રવાસીઓમાં રીતસરની બૂમરાણ મચી ગઈ હતી અને તકલીફ તો એ હતી કે પ્રવાસીઓને કાઉન્ટર પર જવાબ આપનારું કોઈ ન હતુ. એરલાઇન્સોએ જાણે બધુ ઓનલાઇન અને ચેટબોટના હવાલે કરી દેતા અને કોઈપણ પ્રકારની માનવીય સહાય ન રાખતા બધો ભાર કન્યાની કેડ પર તેમ એરપોર્ટ ઓથોરિટીઝ પર આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીઝને આ સ્થિતિને મેન્યુઅલી પાર પાડતા નાકે દમ આવી ગયો હતો. તેણે રીતસર એરલાઇન્સના સ્ટાફની કામગીરી બજાવવાની ફરજ પડી હતી, જે ખરેખર તેની હોતી નથી. 

કોલિન્સ એરોસ્પેસની પેરેન્ટ કંપની આરટીએક્સે જણાવ્યું હતું કે તેઓ કેટલાક એરપોર્ટ પર તેમના સોફ્ટવેરમાં સાઇબર સંલગ્ન તકલીફથી વાકેફ છે. જો કે તેમણે એરપોર્ટના નામ લીધા ન હતા. કંપનીએ તેના બચાવમાં જણાવ્યું હતું કે આ પ્રકારની તકલીફની ્અસર ઘણી મર્યાદિત છે. ફક્ત ઇલેક્ટ્રોનિક કસ્ટમર ચેક ઇન અને બેગેજ ડ્રોપમાં જ આની અસર થઈ છે. આ સાઇબર હુમલાના લીધે ઓટોમેટેડ સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ હતી. મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રોસીજર જ થતી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે તે ટૂંક સમયમાં જ મુશ્કેલીનો ઉકેલ લાવી દેશે. 

આમ છતાં કંપનીએ સ્વીકારવું પડયું હતુ કે તેની અસર ફ્લાઇટના શેડયુલ પર પડી છે. તેના લીધે કેટલીય ફ્લાઇટ્સ રદ થઈ છે, 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here