WORLD : યુરોપ દેશો પર 10 ટકા ટેરિફનો સૌથી વધુ ફટકો યુકે તથા જર્મનીને પડશે

0
16
meetarticle

 ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા દ્વારા યુરોપના આઠ દેશો પર ૧૦ ટકા ટેરિફ લાગુ કરવાની કરેલી જાહેરાતના અમલના કિસ્સામાં યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) તથા જર્મનીને સૌથી મોટો ફટકો પડવાની શકયતા જોવાઈ રહી છે  જ્યારે નોર્ડિક દેશોને ખાસ અસર જોવા નહીં મળે.

 યુરોપ વિસ્તારમાંથી યુકે તથા જર્મની અમેરિકામાં સૌથી વધુ નિકાસ ધરાવે છે તેને ધ્યાનમાં રાખતા તેમની નિકાસ પર અસર પડશે જ્યારે  નોર્ડિક દેશો તરીકે ઓળખાતા ડેન્માર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે તથા સ્વીડનને ટેરિફની મોટી અસર નહીં થાય કારણ કે તેમણે અમેરિકા ખાતે તેમની નિકાસમાં ઘટાડો કર્યો છે, એમ સ્થાનિક વેપાર સુત્રોએ જણાવ્યું હતું.૨૦૨૪માં યુકેની કુલ નિકાસમાંથી ૧૪.૧૦ ટકા અને જર્મનીની કુલ નિકાસમાંથી ૧૦.૪૦ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી. છેલ્લા બે દાયકાથી જર્મની અને બ્રિટનના અમેરિકા સાથેના વેપારમાં ખાસ ફરક પડયો નથી. બ્રિટનની નિકાસ ૧૪-૧૫ ટકા જ્યારે જર્મનીની નિકાસ ૧૦ ટકા આસપાસ રહ્યા કરે છે. આમ ઊંચા નિકાસ હિસ્સાને કારણે આ દેશો ખાતેથી નિકાસ પર અસર પડવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.

ગ્રીનલેન્ડ કબજે કરવામાં સાથ નહીં આપનારા યુરોપના દેશો પર ૧લી ફેબુ્રઆરીથી ૧૦ ટકા ટેરિફ લાગુ કરવા અને જૂનથી તે વધારી ૨૫ ટકા કરવા ટ્રમ્પે ગયા સપ્તાહના અંતમાં જાહેરાત કરી હતી.

૨૦૨૪માં ફ્રાન્સની કુલ નિકાસમાંથી ૮.૬૦ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી. ફ્રાન્સના નિકાસ પ્રોડકટસની વાત કરીએ તો તેની ૪.૪૦ અબજ ડોલરની ટરબાઈન નિકાસમાંથી અંદાજે ૫૦ ટકા અમેરિકા ખાતે થાય છે. આવી જ રીતે યુકેની હાઈડ્રોલિક એન્જિનની નિકાસમાંથી ૪૦ ટકા અમેરિકામાં થાય છે.

નોર્ડિક દેશોએ છેલ્લા અનેક સમયથી નિકાસ મોરચે માત્ર અમેરિકા પર તેમની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે, તેને કારણે ટ્રમ્પના ટેરિફ આંચકાની તેમને ગંભીર અસર જોવા નહીં મળે એવો મત વ્યકત થઈ રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here