મેક્સિકોમાં એક ભીષણ ટ્રેન દુર્ઘટના ઘટી છે જેમાં 13 લોકોના મોત નીપજ્યા છે. 98 લોકો ઘાયલ થયા છે. આ ઘટના સમયે ટ્રેન એક વળાંક પાસેથી પસાર થઇ રહી હતી મેક્સિકોની એજન્સીઓ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
મેક્સિકોમાં એક ભીષણ ટ્રેન દુર્ઘટના ઘટી છે જેમાં 13 લોકોના મોત નીપજ્યા છે. 98 લોકો ઘાયલ થયા છે. આ ઘટના સમયે ટ્રેન એક વળાંક પાસેથી પસાર થઇ રહી હતી મેક્સિકોની એજન્સીઓ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
મેક્સિકોના દક્ષિણ રાજ્ય ઓક્સાકામાં એક ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે. નિઝાન્ડા શહેર નજીક રવિવારે એક મુસાફર ટ્રેન વળાંક લેતી વખતે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 13 યાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 98 લોકો ઘાયલ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનમાં કુલ 241 યાત્રીઓ અને 9 ક્રૂ સભ્યો સવાર હતા. વળાંક પાસે ટ્રેનનું સંતુલન બગડતાં આખી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી.

મેક્સિકોની સેનાના જણાવ્યા અનુસાર, ઘાયલ થયેલા 98માંથી 36 યાત્રીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે 193 લોકો હાલ ખતરામાંથી બહાર છે. દેશના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબાઉમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે પાંચ ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે પીડિત પરિવારોને સહાય આપવા માટે વરિષ્ઠ અધિકારીઓને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ મેક્સિકન સરકારી એજન્સીઓ, બચાવ દળો અને આરોગ્ય ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ અકસ્માત ચિવેલા અને નિઝાન્ડા શહેરો વચ્ચેના માર્ગ પર થયો હોવાનું જાણવા મળ્યું છે. મેક્સિકોના એટર્ની જનરલ ઓફિસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તારણ મુજબ, વળાંક પર ટ્રેનનું નિયંત્રણ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
