WORLD : વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી, ટ્રમ્પે દીપ પ્રગટાવ્યા; કહ્યું- મેં PM મોદી સાથે વાત કરી

0
63
meetarticle

દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જ્યારે ગુજરાતીઓ આજે બેસતું વર્ષ ઉજવી રહ્યા છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી છે. અમેરિકામાં વસતાં ભારતીયોને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે મારા તરફથી ભારતીયોને દિવાળીની શુભકામનાઓ, મારી પીએમ મોદી સાથે ટેલિફોન પર શાનદાર વાતચીત થઈ. અમે વેપાર સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી. 

ફરી ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ઓઈલની યાદ આવી 

દિવાળીની ઉજવણીમાં પણ ભારત-પાકિસ્તાન યુદ્ધને યાદ કરતાં ટ્રમ્પે કહ્યું, કે થોડા સમય અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થાય તે મુદ્દે વાત કરી હતી. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ નથી, જે સારી બાબત છે.

 ભારત તરફથી અગાઉ થઈ ચૂકી છે સ્પષ્ટતા 

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પમાં એકતરફી દાવાઓ પર ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા અગાઉ પણ ઘણીવાર સ્પષ્ટતા થઈ છે. ભારત સરકારે સંસદથી લઈને વિશ્વમંચ પર સ્પષ્ટ કર્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરમાં કોઈ મધ્યસ્થીની ભૂમિકા નહોતી. 

આ સિવાય હાલમાં જ જ્યારે રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારતે જવાબ આપ્યો હતો કે અમે દેશના નાગરિકોને જ પ્રથમ પ્રાથમિકતા આપીએ છીએ અને તેમના હિતમાં જે યોગ્ય નિર્ણય હશે તે લઈશું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here