અમેરિકામાં શટડાઉનના કારણે અનેક સરકારી વિભાગો બંધ થઈ ગયા છે. સરકારી કર્મચારીઓની નોકરીઓ જોખમમાં મુકાઈ ગઈ છે. જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે પેન્ટાગોનને નિર્દેશ આપ્યો છે કે શટડાઉન વચ્ચે પણ સૈનિકોને બુધવારે પગાર મળી રહે તે સુનિશ્ચિત કરવા તેઓ તેમની પાસે ઉપલબ્ધ તમામ ફંડનો ઉપયોગ કરે. ટ્રમ્પે એક પોસ્ટમાં લખ્યું, આપણા બહાદુર સૈનિકો પગારથી વંચિત રહેવા જોઈએ નહીં.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર શનિવારે એક પોસ્ટમાં લખ્યું, તેમણે સંરક્ષણ મંત્રી પીટ હેગસેથને આદેશ આપ્યો છે કે બધા જ ઉપલબ્ધ સંશાધનોનો ઉપયોગ કરીને સૈનિકોના પગાર ચૂકવાય તે સુનિશ્ચિત કરો. આપણા બહાદુર સૈનિકોના પગાર રોકાવા જોઈએ નહીં. તેમને ૧૫ ઑક્ટોબરને બુધવારે અધિકારપૂર્વક પગાર મળવો જોઈએ.પ્રમુખ ટ્રમ્પે વધુમાં લખ્યું હતું કે, આ નિર્દેશો ના અપાયા હોત તો ૧૫ ઑક્ટોબરે આપણા સૈનિકોને પગાર અપાયો ના હોત. આ પગલું શટડાઉન સમયે સૈનિકોના પગારની ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે એક ટૂંકાગાળાનો ઉપાય છે, પરંતુ તેના હેઠળ એવા લાખો ફેડરલ કર્મચારીઓને કોઈ રાહત નહીં મળે, જેઓ અત્યાર સુધી પગાર વિના કામ કરી રહ્યા છે અને હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં શટડાઉન માટે ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓને દોષિત ગણાવતા કહ્યું કે, તેમણે કમાન્ડર-ઈન-ચીફ તરીકે પોતાના અધિકારોનો ઉપયોગ કરતા સૈનિકોને પગાર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે અને આ માટે ક્યાંથી ફંડ મેળવાશે તે પણ નિશ્ચિત કરી દેવાયું છે. જોકે, ટ્રમ્પે ફંડના સ્રોતનો ખુલાસો કર્યો નથી. સંરક્ષણ વિભાગના સંશોધન અને વિકાસ ફંડમાંથી સૈનિકોને પગાર ચૂકવવામાં આવે તેવી શક્યતા છે.
અમેરિકામાં લગભગ ૧૩ લાખ સક્રિય સૈનિક છે અને શટડાઉનના પગલે તેમના આગામી પગારમાં વિલંબનું જોખમ હતું. અગાઉ થયેલા શટડાઉનમાં કોંગ્રેસે સૈનિકોના પગાર સુનિશ્ચિત કરવા માટે કાયદો પસાર કર્યો હતો. જોકે, ફેડરલ કર્મચારીઓ માટે આ પગલું લેવાયું નથી.પ્રમુખ ટ્રમ્પે વધુમાં લખ્યું હતું કે, આ નિર્દેશો ના અપાયા હોત તો ૧૫ ઑક્ટોબરે આપણા સૈનિકોને પગાર અપાયો ના હોત. આ પગલું શટડાઉન સમયે સૈનિકોના પગારની ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે એક ટૂંકાગાળાનો ઉપાય છે, પરંતુ તેના હેઠળ એવા લાખો ફેડરલ કર્મચારીઓને કોઈ રાહત નહીં મળે, જેઓ અત્યાર સુધી પગાર વિના કામ કરી રહ્યા છે અને હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં શટડાઉન માટે ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓને દોષિત ગણાવતા કહ્યું કે, તેમણે કમાન્ડર-ઈન-ચીફ તરીકે પોતાના અધિકારોનો ઉપયોગ કરતા સૈનિકોને પગાર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે અને આ માટે ક્યાંથી ફંડ મેળવાશે તે પણ નિશ્ચિત કરી દેવાયું છે. જોકે, ટ્રમ્પે ફંડના સ્રોતનો ખુલાસો કર્યો નથી. સંરક્ષણ વિભાગના સંશોધન અને વિકાસ ફંડમાંથી સૈનિકોને પગાર ચૂકવવામાં આવે તેવી શક્યતા છે.
અમેરિકામાં લગભગ ૧૩ લાખ સક્રિય સૈનિક છે અને શટડાઉનના પગલે તેમના આગામી પગારમાં વિલંબનું જોખમ હતું. અગાઉ થયેલા શટડાઉનમાં કોંગ્રેસે સૈનિકોના પગાર સુનિશ્ચિત કરવા માટે કાયદો પસાર કર્યો હતો. જોકે, ફેડરલ કર્મચારીઓ માટે આ પગલું લેવાયું નથી.

