અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તેમના સ્વભાવના કારણે વિશ્વની તો ઠીક તેમના દેશમાં પણ તેમની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. તેનો પુરાવો તે હાલમાં અમેરિકામાં જોવા મળેલું શટડાઉન છે. ડેમોક્રેટ્સ તેને ટ્રમ્પને આક્રમક અભિગમનું પરિણામ બતાવે છે. ડેમોક્રેટ્સને ટ્રમ્પ પર જરા પણ વિશ્વાસ નથી. તેઓનું કહેવું છે કે બંને પક્ષે આજે વિશ્વાસનો જે સેતુ અને સંવાદ હોવો જોઈએ તે જરા પણ નથી.

ડેમોક્રેટ્સે જણાવ્યું છે કે અમેરિકાના ઇતિહાસમાં કોઈપણ પ્રમુખે નહીં લીધા હોય તેટલા યુ-ટર્ન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં લીધા છે અને તે પણ હજી તો તેમના કાર્યકાળને વર્ષ પણ પૂરુ થયુ નથી ત્યાં સુધીમા આટલા યુ ટર્ન લેવાઈ ચૂક્યા છે. તેના કારણે હવે આજે તો સ્થિતિ એવી આવે છે કે ટ્રમ્પ કોઈપણ નિવેદન આપે તેના પછી પત્રકારો તેનું નિવેદન નોંધીને રાહ જોઈને બેઠા હોય છે કે ટ્રમ્પ ક્યારે યુ ટર્ન લે. ઘણા તો મજાકમાં વ્હાઇટ હાઉસને કે ટ્રમ્પના ઘરને યુ-ટર્ન હાઉસ નામ આપવું જોઈએ તેમ કહે છે.
આ ઘટના બતાવે છે ક અમેરિકન પ્રમુખ જેની વિશ્વસનીયતા વિશ્વમાં એકદમ ટોચ પર મનાતી હતી, તે હવે એકદમ તળિયે ગઈ છે. વોટરગેટ કૌભાંડના કારણે રાજીનામુ રિચાર્ડ નિક્સનની વિશ્વસનીયતા પણ જેટલી તળિયે ગઈ ન હતી તેનાથી પણ વધુ તળિયે ટ્રમ્પની વિશ્વસનીયતા ગઈ છે. તેના કારણ અમેરિકન પ્રજા સહન કરી રહી છે.
આજે શટડાઉનને નવ દિવસ થઈ ગયા છે. અમેરિકાના લાખો સરકારી કર્મચારીઓ પર છટણીની તલવાર તોળાઈ રહી છે, પરંતુ ટ્રમ્પ ટસના મસ થવા તૈયાર નથી. હવે આવા જિદ્દી અને અહંકારી ટ્રમ્પ કયા દિવસે અમેરિકન પ્રજાનું ભલુ કરી શકે, જેમના અહંકાર આગળ બીજા કોઈની વિસાત નથી, એમ ડેમોક્રેટ્સનું કહેવું છે. ટ્રમ્પ બધી જ સત્તા કોંગ્રેસના નહીં પોતાના હાથમાં રાખવા માંગે છે. સંઘર્ષ અહી જ છે. ન્યુ ડેમાક્રેટિક કોલિશનના વડા રેપ બ્રેડ સ્નાઇડરનું કહેવું છે. તેઓ હવે આ મડાગાંઠમાંથી બહાર નીકળવા માટે મીટિંગ પર મીટિંગ કરી રહ્યા છે.
હવે તો જાણે સ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે આ મડાગાંઠ ઉકેલવાની જવાબદારી ડેમોક્રેટ્સ પર છે. ટ્રમ્પ તો શટડાઉનની વર્તમાન ઘટનાને સત્તાની બધા જ સૂત્રો તમેના હાથમાં કેન્દ્રિત કરવાની તક તરીકે જોઈ રહ્યા છે. તેના કારણ આ શટડાઉન ગમે તેટલું લાંબુ ચાલે ટ્રમ્પ માને છે કે તેમને કશું ગુમાવવાનું નથી, જે ગુમાવશે તે અમેરિકન પ્રજા ગુમાવશે. આ શટડાઉ કદાચ અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું શટડાઉન હોય તો આશ્ચર્ય નહીં થાય.
ડેમોક્રેટ્સનો દાવો છે કે ટ્રમ્પ અને રિપબ્લિકનની માંગ છે કે સરકારનું શટડાઉન ખુલ્લુ કરવાની તરફેણમાં મતદાન કરો તેના પછી જ હેલ્થકેર બેનિફિટ્સની માંગ પર વાટાઘાટ કરીશુ. પછી તો ત ઇચ્છે તે કરી શકે છે.

