રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ટેરિફ હવે અમેરિકા પર જ ભારે પડવા લાગ્યો છે. કારણ કે અમેરિકા હવે સોયાબીન અને મકાઈના પાકને વેચવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. ભારત, ચીન, રશિયા અને બ્રાઝિલ સોયાબીન અને મકાઈના વેપારથી અમેરિકાને ફટકો આપી શકે છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ હવે અમેરિકાને જ ભારે પડી રહી છે, કારણ કે હવે પ્રશ્ન ઉભો થયો છે કે અમેરિકાની મકાઈ અને સોયાબીન હવે કોણ ખરીદશે? કારણ કે ચીન, રશિયા, બ્રાઝિલ અને ભારતે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. એક અહેવાલ અનુસાર, અમેરિકામાં સોયાબીનની ખેતી થવા લાગી છે, પરંતુ ખેડૂતો ચિંતામાં છે કે તેઓ પોતાનો પાક ક્યાં વેચશે? કારણ કે ચીન હવે અમેરિકા પાસેથી સોયાબીન ખરીદતું નથી. બદલામાં ચીન હવે બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી પાસેથી સોયાબીન ખરીદી રહ્યું છે.

ભારત પણ હવે અમેરિકા કરતાં બીજા દેશો પર વધુ નિર્ભર
આપને જણાવી દઇએ કે અત્યાર સુધી ચીન અમેરિકા માટે સૌથી મોટું સોયાબીન ખરીદનાર દેશ રહ્યું છે. વર્ષ 2024માં, અમેરિકા એ 24.5 અબજ ડોલરનું સોયાબીન એક્સપોર્ટ કર્યું હતું, જેમાંથી 12.5 અબજ ડોલરનું સોયાબીન ચીનએ ખરીદ્યું હતું. જ્યાં સુધી ભારતનો પ્રશ્ન છે, ભારત જેનેટિકલી મોડિફાઈડ ખાદ્ય પદાર્થો ખરીદતું નથી, અને અમેરિકાનું સોયાબીન એ જ કેટેગરીમાં આવે છે. આ પર અમેરિકાએ 60 ટકા ટેરિફ લગાવ્યો છે. આથી ભારત સોયાબીન, સોયા તેલ અને કૃષિ ઉત્પાદન માટે મુખ્યત્વે આર્જેન્ટિના, બ્રાઝિલ અને યુક્રેન પર નિર્ભર છે.
ભારતીય વકીલની ટ્રમ્પને ચેતવણી
ભારતીય વકીલ અને લેખક નવરૂપ સિંહે પોતાના X (હવે Twitter) હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે જો ભારત અને ચીને અમેરિકાના સોયાબીન સામે પોતાની સ્થિતિ યથાવત રાખી તો અમેરિકાની મકાઈ અને સોયાબીન કોઈ નહીં ખરીદે. જો ટ્રમ્પ ટેરિફનો ભાર વધારતા રહેશે તો સોયાબીન અને મકાઈ સિવાય અનેક અમેરિકી ઉત્પાદનોને પણ ખરીદનાર નહી મળે. જો આવું થયું તો ટ્રમ્પને પોતાના જ ખેડૂતોનો વિરોધ સહન કરવો પડશે, કારણ કે આ સ્થિતિમાં સૌથી વધુ નુકસાન ખેડૂતોને થશે.

