સુલ્તાન હૈથમ બિન તારિક ઓમાનના વર્તમાન શાસક છે. સાથે જાન્યુઆરી ૧૧, ૨૦૨૦થી તેઓ રાજ્યના વડાપ્રધાન પણ છે. તેઓના પુરોગામી અને કાકાના પુત્ર સુલ્તાન કાબુસ-બિન-સૈયદે જ તેઓનાં નિધન પછી હૈથમને રાજ્યધુરા સોંપવા વડેરાઓને કહ્યું હતું.

સુલ્તાન હૈથમ પરંપરાગત સિદ્ધાંતોને વળગી રહેવા સાથે આધુનિક પ્રવાહોને પણ સ્વીકારે છે.
ઓક્ટોબર ૧૧, ૧૯૫૫ના દિને જન્મેલાં આ સુલ્તાન ઓક્સફર્ડ યુનિવર્સિટીની પેમ્બ્રોક કોલેજમાં ભણ્યા છે. ત્યાં તેઓએ ફોરેન-સર્વિસ-પ્રોગ્રામમાં ગ્રેજ્યુએટ થયા છે. છેલ્લાં ૩૦૦ વર્ષથી તેમનો અલ્-સૈયદ વંશ ઓમાન ઉપર શાસન કરે છે. પરંપરાગત સિદ્ધાંતો સાથે પશ્ચિમી-વિચારધારાને પણ સંચિતિત કરનારા આ યુવાન હંમેશાં લો-પ્રોફાઇલમાં રહે છે, દેશને મજબૂત કરવામાં વ્યસ્ત છે.ગ્વાડર પહેલાં મસ્કતના હાથમાં જ હતું. પરંતુ ૧૯૪૭માં પાકિસ્તાનની રચના થઈ ત્યારે ગ્વાડર-પોર્ટ પાકિસ્તાનને સોંપી દેવા બ્રિટિશરોએ દબાણ કરતાં, આપી દેવું પડયું હતું તે મસ્કતના સુલ્તાનો કે જનતા ભૂલી શકે તેમ નથી.
સુલ્તાન હૈથમ ૨૦૨૧માં ક્રાઉન-પ્રિન્સ જાહેર થયા હતા. આ પૂર્વે આ ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ, રાજ્યમાં સંસ્કૃતિ, રમત-ગમત અને યુવાનો માટેના મંત્રીપદે પણ હતા. તેઓને એક જ પત્ની છે. જેનું નામ છે મૈથ્યમ ખિની-શિરાબ-અલ-સૈયદ.
સુલ્તાન હૈથમને છ મહેલો છે. સૌથી વિશાળ તેવો અલ્-આલમ-પેલેસ છે જ્યાં તેઓ રહે છે. આ પેલેસ ૨૦૦ વર્ષ જૂનો છે. તેની દિવાલો ઉપર સોનાનો સ્પ્રે છે. રૉયલ ગેસ્ટસ માટે ૧૯૭૨માં ફરી બંધાયેલા ફલેગ-પેલેસમાં ઉતારો અપાય છે. તેમાં આરસનું ઇન્ટિરીયર છે. સ્વિમિંગ પુલ છે. સ્પા અને ગાર્ડન્સ છે. તેનું રક્ષણ મીરાની અને જિલાલી નામ પોર્ટુગીઝે બાંધેલા બે કિલ્લાઓમાં રહે છે. ત્યાં મહારાણી ઇલીઝાબેથ બીજા, કીંગ ચાર્લ્સ અને નેધરલેન્ડઝના મહારાણીને ઉતારો અપાયો હતો.
વિદેશોમાં પણ સુલ્તાનને ૯ મિલ્કતો છે, જેની કિંમત ૧૦૦ મિલિયન ડોલર થવા જાય છે. લંડન સાઉથ ઇંગ્લેન્ડ વગેરે અનેક સ્થળોએ તેમને મિલ્કતો છે.
તેઓ જે મહેલમાં રહે છે તે અદ્ભૂત છે. તેની દીવાલો પર સોનાનો સ્પ્રે છે. તેઓના અંગત ૧૦૦૦ ઘોડા છે. રોયલ યોટનું ફ્વીટ છે. બોઇંગ ૭૪૭ જમ્બો જેટ સહિત ૭ સરકારી વિમાનો છે. તેમાં બે એર-બસ એ-૩૨૦ પણ સમાવિષ્ટ છે. તેમજ યુરો કોપ્ટર ઈસી-૨૨૫ પણ છે. સુલ્તાન હૈથમ વિદેશ પ્રવાસ માટે બોઇંગ ૭૪૭નો ઉપયોગ કરે છે. આમ સુલ્તાનની સમૃદ્ધિ અમાપ બની રહી છે.

