WORLD : 2026માં અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડૉલરનો સિક્કો લોન્ચ કરવાની તૈયારીમાં

0
60
meetarticle

અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડૉલરનો સિક્કો બનાવવા પર વિચાર કરી રહ્યું છે. મંત્રાલયે શુક્રવારે (3 ઓકટોબર) આ વિશે જાણકારી આપી હતી. સંભવિત ડિઝાઇનની તસવીરોમાં ડોનાલ્ડ ટ્રમ્પને મુઠ્ઠી ઉપરની તરફ ઉઠાવતા દર્શાવાયા છે, જેની સાથે લખ્યું છે ‘fight, fight, fight’.આ એ જ નારો છે જે તેમણે ગત વર્ષે પોતાની હત્યાના પ્રયાસની તુરંત બાદ આપ્યો હતો.

 સિક્કાની ફાઇનલ ડિઝાઇન ક્યારે તૈયાર થશે?

સિક્કાની બીજી બાજું ટ્રમ્પનો પ્રોફાઇલ ફોટો છે, જેના ઉપર ‘liberty’ અને નીચે ‘1776-2026’ લખેલું છે. આ તસવીર નાણાં સચિવ બ્રૈંડન બીચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે. નાણાં મંત્રાલયના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘જોકે, અમેરિકાની 250મી વર્ષગાંઠ માટે અંતિમ 1 ડૉલર સિક્કાની ડિઝાઇન હજું નક્કી નથી થઈ પરંતુ, આ પહેલો ડ્રાફ્ટ આપણાં દેશ અને લોકતંત્રની એ સ્થાયી ભાવનાને સારી રીતે દર્શાવે છે, જે મોટામાં મોટા સંકટનો પણ સામનો કરવા માટે કાયમ રહે છે.’

શટડાઉનના કારણે અટક્યા કામ

બ્રૈંડન બીચે કહ્યું કે, સરકારનું શટડાઉન ખતમ થયા બાદ આ વિશે જાણકારી શેર કરવામાં આવશે. હાલ નવા ખર્ચ બિલ પર સાંસદો વચ્ચે સંમતિ ન બનવાના કારણે અનેક સંઘીય કાર્ય બંધ પડ્યા છે. વર્ષ 2020માં કોંગ્રેસે એક કાયદો પસાર કર્યો હતો, જે હેઠળ નાણાં મંત્રીને 2026માં ‘અમેરિકન સેમિક્વિન્સેંટેનિયલ’ (U.S. Semiquincentennial) સાથે જોડાયેલા પ્રતીકોવાળા 1 ડૉલરના સિક્કા બનાવવાની મંજૂરી આપી છે.

200 વર્ષ પૂરા થતા જાહેર કરાયો હતો સિક્કો

આ પહેલાં 1976માં જ્યારે અમેરિકાએ સ્વતંત્રતાના 200 વર્ષ પૂરા કર્યા હતા, ત્યારે નાણાં મંત્રાલયે એક રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તે સમયે 1 ડૉલરના સિક્કા માટે એક મૂર્તિકલા વિદ્યાર્થીની ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી, જેમાં અમેરિકાની સ્વતંત્રતાના પ્રતીક ‘લિબર્ટી બેલ’ અને ચાંદ દર્શાવવામાં આવ્યો હતો. સિક્કાની બીજી બાજું પૂર્વ પ્રમુખ ડ્વાઇટ ડી. આઇઝનહાવરની તસવીર હતી. તે 1969માં નિધન બાદ પહેલાં એવા પ્રમુખ બન્યા હતા જેની તસવીર 1971માં 1 ડૉલરના સિક્કા પર છપાયેલી હતી. 

શુક્રવારે જ્યારે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કૈરોલાઇન લેવિટને પૂછ્યું હતું કે, શું ટ્રમ્પે આ ડ્રાફ્ટ ડિઝાઇન જોઇ છે તો તેમણે કહ્યું કે, ‘મને નથી ખબર તેમણે આ જોયું છે કે નહીં પરંતુ, મને વિશ્વાસ છે કે તેમને આ ખૂબ પસંદ આવશે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here