WORLD : 35 વર્ષના બાલેન્દ્ર સામે ચાર વખત પીએમ રહેલા 74 વર્ષના ઓલી હાર્યા

0
18
meetarticle

નેપાળમાં સંસદની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો ચોંકાવનારા છે, નેપાળની જેન-ઝીની પ્રથમ પસંદ એવા બાલેન્દ્ર શાહે ચાર વખત વડાપ્રધાન રહી ચુકેલા કેપી ઓલીને ૫૦ હજાર મતોથી હરાવ્યા હતા. બાલેન્દ્ર શાહે ઓલીને તો પછાડયા તેમના પક્ષને પણ પાછળ રાખી દીધો અને નેપાળની સત્તા પોતાના હાથમાં લઇ લીધી.  

૭૪ વર્ષના કેપી ઓલીને જેન-ઝીના આંદોલને સત્તામાંથી દૂર કરી દીધા હતા જોકે તેઓ ફરી ચૂંટણી લડયા હતા. તેમની સામે ઝાપા બેઠક પર ૩૫ વર્ષના બાલેન્દ્ર શાહે ઉમેદવારી કરી હતી. બન્ને વચ્ચે ખરાખરીની ટક્કર બાદ પરિણામો સામે આવ્યા છે જે મુજબ બાલેન્દ્ર શાહને કુલ ૬૮,૩૪૮ મત મળ્યા છે જ્યારે કેપી શર્મા ઓલીને ૧૮ હજાર મત જ મળ્યા છે. બન્ને વચ્ચે આશરે ૫૦ હજાર મતોનું અંતર જોવા મળી રહ્યું છે. બાલેન્દ્રની સાથે તેમનો પક્ષ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) પણ બહુમત પ્રાપ્ત કરી ચુક્યો છે અને સરકાર બનાવવા જઇ રહ્યો છે.ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બાલેન્દ્ર શાહના પક્ષ આરએસપીને ૭૮(જાહેર પરિણામો)માંથી ૬૨ બેઠકો મળી છે, કાઠમાંડુમાં બાલેન્દ્ર શાહના પક્ષે તમામ ૧૦ બેઠકો પર ક્લીવ સ્વીપ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફળતાપૂર્વક ચૂંટણી યોજવા બદલ નેપાળના નાગરિકો અને સરકારને અભિનંદપ પાઠવ્યા હતા. ગયા વર્ષે જેન-ઝી દ્વારા કેપી ઓલી સરકારના તાનાશાહ નિર્ણયો સામે બળવો કરાયો હતો. જે બાદ ઓલીએ સત્તા છોડી દીધી હતી. તે સમયે બાલેન્દ્ર શાહને વચગાળાની સરકાર સંભાળવાનો પ્રસ્તાવ મળ્યો હતો જોકે તેમણે ચૂંટણીના માધ્યમથી જનાદેશ મેળવ્યા પછી સત્તા સંભાળવાની જાહેરાત કરી હતી અને તેમણે આવુ કરી પણ બતાવ્યું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here