WORLD : H-1B વિઝાની 1,00,000 ડૉલર ફી મુદ્દે ટ્રમ્પને કોર્ટની રાહત, ટેક કંપનીઓ ભયભીત, ભારતીયોને ઝટકો

0
64
meetarticle

અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા ભારતીય યુવાનો અને ત્યાંની ટેક કંપનીઓ માટે માઠા સમાચાર છે. અમેરિકાના એક ફેડરલ જજે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે, જેમાં H-1B વિઝાની ફી વધારીને 1,00,000 ડૉલર(આશરે ₹89 લાખથી વધુ) કરવાની દરખાસ્ત છે. આ નિર્ણયથી અમેરિકાની ટેક ફર્મ્સમાં ખૌફનો માહોલ છે.

જજનો નિર્ણય: ટ્રમ્પના અધિકાર ક્ષેત્રમાં વધારો

યુએસ ડિસ્ટ્રિક્ટ જજ બેરિલ હોવેલે(Beryl Howell) ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ પાસે વિઝા પ્રોગ્રામની કિંમતમાં વધારો કરવાનો કાયદાકીય અધિકાર છે. યુએસ ચેમ્બર ઑફ કોમર્સની દલીલોને ફગાવી દેતાં જજે કહ્યું કે, આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ટ્રમ્પને કોંગ્રેસ દ્વારા વ્યાપક સત્તા આપવામાં આવી છે.

શું છે H-1B વિઝા? 

H-1B વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કુશળ કામદારોને રાખવાની મંજૂરી આપે છે.

ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પર સૌથી મોટો ફટકો: 70% હિસ્સો જોખમમાં

ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝાના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે અત્યંત પડકારજનક સાબિત થઈ શકે તેમ છે. સૌથી મોટો આંચકો વિઝા ફીમાં થયેલો તોતિંગ વધારો છે, જ્યાં અત્યાર સુધી જે ફી 2,000થી 5,000 ડૉલર રહેતી હતી, તે હવે સીધી વધીને 1 લાખ ડૉલર સુધી પહોંચી શકે છે. આ સાથે જ, વર્ષોથી ચાલી આવતી પરંપરાગત લૉટરી સિસ્ટમનો પણ અંત આણવામાં આવ્યો છે, જેને બદલે હવે વધુ પગાર ધરાવતા કુશળ કામદારોને જ પ્રાથમિકતા આપતું નવું મોડલ અમલમાં આવશે. આ તમામ કડક નિયમો 27 ફેબ્રુઆરી, 2026થી લાગુ થવાની શક્યતા છે, જેની સીધી અસર અમેરિકામાં નોકરી કરતાં લાખો ભારતીયો અને હાયરિંગ કરતી આઇટી કંપનીઓ પર પડશે.

ભારત પર કેમ થશે સૌથી વધુ અસર?

આ નિર્ણયની સૌથી વધુ માઠી અસર ભારતીયો પર પડશે. ડેટા મુજબ, અમેરિકામાં H-1B વિઝા મેળવનારા કુલ કામદારોમાં આશરે 70% હિસ્સો ભારતીયોનો છે. જો વિઝા ફી આટલી બધી વધી જાય, તો અમેરિકી કંપનીઓ ભારતીય એન્જિનિયરોને હાયર કરવાનું ટાળી શકે છે અથવા તેમને રાખવાનો ખર્ચ કંપનીઓ માટે અસહ્ય બની જશે.

ટેક કંપનીઓ માટે સંકટ

ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓ વિદેશી ટેલેન્ટ પર ખૂબ નિર્ભર છે. 1 લાખ ડૉલરની ફી લાગુ થવાથી આ કંપનીઓ પર મોટો આર્થિક બોજ આવશે, જેની સીધી અસર આઇટી સેક્ટરના હાયરિંગ અને પગાર પર પડી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here