પીએમ મોદી થિમ્પૂના તાશિછોદજોંગમાં ગૌતમ બુદ્ધના પવિત્ર અવશેષોની પૂજા કરશે. આ સિવાય તે ભૂટાનના શાહી સરકાર દ્વારા આયોજિત વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં પણ સામેલ થશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર ભૂટાન માટે રવાના થઇ ગયા છે. તેમનો પ્રવાસ 11 થી લઇને 12 નવેમ્બર સુધી હશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક પોસ્ટમાં કહ્યુ કે, ભૂટાન માટે રવાના થઇ રહ્યો છું, જ્યાં વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇશ. આ યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે ભૂટાન મહામહિમ ચોથા રાજાના 70માં જન્મદિવસ મનાવી રહ્યા છે. હું ભૂટાનના મહામહિમ રાજા, મહામહિમ ચોથા રાજા અને વડાપ્રધાન શેરિંગ ટોબગેની સાથે વાતચીત કરીશ. આપણી ઉર્જા ભાગીદારીને મોટા પ્રોત્સાહન તરીકે, પુનાત્સાંગચુ-II હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોમાં નવી મજબૂતી ઉમેરશે.

ભારત અને ભૂટાન બૌદ્ધ ધર્મના કારણે એક ખાસ પ્રકારથી જોડાયેલા છે. આ ભારત અને ભૂટાન વચ્ચે એક સહિયારો વારસો છે.ભૂટાનથી અનેક શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રી ભારતમાં બોધગયા, રાજગીર, નાલંદા, સિક્કિમ, ઉદયગિરિ, સારનાથ અને અન્ય બૌદ્ધ સ્થળોની યાત્રા કરવા માટે આવે છે, ભારત અને ભૂટાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે, જે ખેન્પોએ રાજગીરમાં ભૂટાન મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહની અધ્યક્ષતા કરી હતી.
આ મંદિરની ઔપચારિક પ્રાણ પ્રતિષ્ઠા આ વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. ભૂટાનના સિમ્ટોખા દજોંગ પ્રદર્શિત ઝાબદુંગની પ્રતિમા, એશિયાટિક સોસાયટી, કોલકત્તા દ્વારા ઉધાર આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે પીએમ મોદી જ્યારે 2014માં પહેલી વાર વડાપ્રધાન બન્યા હતા. ચાર્જ સંભાળ્યા બાદ, તેમણે તેમની પ્રથમ વિદેશ યાત્રા પર ભૂટાનની મુલાકાત લીધી. ત્યાર બાદ, ઓગસ્ટ 2019 માં, જ્યારે તેઓ બીજી વખત પીએમ બન્યા, ત્યારે પણ તેમણે પદ સંભાળ્યા બાદ ભૂટાનની મુલાકાત લીધી.
ત્યાર બાદ પીએમ મોદીએ માર્ચ 2024માં ભૂટાનની ઐતિહાસિક રાજકીય પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે થિમ્પૂના ટેંડ્રેલથાંગમાં ભૂટાનના રાજાએ ભૂટાનના સર્વોચ્ય નાગરિક સમ્માન ઓર્ડર ઓફ ધ ડૂક ગ્યાલપોથી સમ્માનિત કર્યા હતા. પીએમ મોદી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર પહેલાં વિદેશી નેતા હતા. ભૂટાનમાં પવિત્ર અવશેષની પ્રદર્શનીને લઇને ભારત સરકારે કહ્યુ કે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોની સાર્વજનિક પ્રદર્શની 8 થી 18 નવેમ્બર સુધી કરવામાં આવશે.

