WORLD : US સંસદમાં મોદી-પુતિનની તસવીર બતાવી સાંસદે ટ્રમ્પ સરકારને ઘેરી, કહ્યું- આ રીતે નોબેલ મળશે?

0
26
meetarticle

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે તાજેતરમાં કારમાં બેસીને લેવાયેલી તસવીર અમેરિકાની સંસદમાં ચર્ચાનો વિષય બની છે. યુએસ કોંગ્રેસ સાંસદ સિડની કમલાગર-ડોવે વિદેશ નીતિ અંગેની ચર્ચા દરમિયાન આ તસવીરનું મોટું પોસ્ટર સંસદમાં પ્રદર્શિત કર્યું હતું, જેના દ્વારા તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત નીતિની આકરી ટીકા કરી હતી.

‘અમેરિકા જવાબદાર છે, ભારત નહીં

કોંગ્રેસ સાંસદ કમલાગર-ડોવે ચેતવણી આપી હતી કે હાલની યુએસ નીતિઓ ભારતને રશિયા તરફ ધકેલી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ‘આ પરિસ્થિતિ માટે ભારત નહીં, પણ અમેરિકાની નીતિઓ જવાબદાર છે. ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત નીતિ સ્વ-નુકસાન સમાન છે. આ વ્યૂહરચનાએ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક વિશ્વાસ અને સમજણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. આ તસવીર હજાર શબ્દો જેટલું છે. તમે તમારા વ્યૂહાત્મક ભાગીદારોને વિરોધીઓ તરફ ધકેલીને નોબેલ શાંતિ પુરસ્કાર જીતી શકતા નથી.’તેમણે કહ્યું કે, ‘અમેરિકાએ સમજવું પડશે કે દબાણ દ્વારા ભાગીદારી બનાવવા માટે કિંમત ચૂકવવી પડે છે અને આ નીતિ પર ગંભીરતાથી પુનર્વિચાર કરવાની જરૂર છે.’તાત્કાલિક સંબંધો પુનઃસ્થાપિત કરવાની વિનંતી

સાંસદે ગૃહના અન્ય સભ્યોને ભારત-અમેરિકા સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે અત્યંત તાકીદ સાથે કામ કરવા વિનંતી કરી હતી. યુએસ સંસદમાં આ રીતે ભારત-રશિયાની નિકટતાનો મુદ્દો ઉઠાવાતા દ્વિપક્ષીય સંબંધોની જટિલતા સ્પષ્ટ થઈ છે.

પીએમ મોદી-પુતિનની કાર સવારી

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાત માટે દિલ્હી આવ્યા હતા. પાલમ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત થયા બાદ વડાપ્રધાન મોદી પુતિનને ગળે મળીને આવકાર્યા હતા. બાદમાં બંને નેતાઓ વડાપ્રધાનના નિવાસસ્થાને રાત્રિભોજન માટે એક જ કારમાં ગયા હતા. ભારત અને રશિયાએ આ કાર સવારીને તેમની ગાઢ વ્યક્તિગત મિત્રતાના સંદેશ તરીકે ગણાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here