WORLD : અફઘાનિસ્તાન અંગેના સવાલ પર અચાનક જ કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ

0
60
meetarticle

વ્હાઇટ હાઉસની ગોળીબારની ઘટના વિશે મીડિયા સાથે વાત કરતી વખતે, ડોનાલ્ડ ટ્રમ્પે એક સવાલ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. પત્રકારે તેમને પૂછ્યું કે આ ઘટના માટે તેમણે અગાઉના જો બાઇડન પ્રશાસનને દોષ શા માટે આપ્યો? આ પ્રશ્ન સાંભળતા જ ટ્રમ્પ ભડકી ગયા અને ગુસ્સામાં પત્રકાર તરફ જોઇને બોલ્યા, ‘શું તમે બેવકૂફ છો?’

ઉલ્લેખનીય છે કે ગઈકાલે થયેલી આ ઘટના બાદથી જ ટ્રમ્પ સતત બાઇડન પ્રશાસન પર દોષારોપણ કરી રહ્યા છે. કારણ કે આરોપી રહેમાનુલ્લાહ બાઇડન પ્રશાસન દરમિયાન જ ‘ઓપરેશન અલાઇઝ વેલકમ’ અભિયાન હેઠળ અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો. 

ટ્રમ્પે પત્રકાર પર ભડક્યા

ટ્રમ્પે રિપોર્ટર પર પોતાની ભડાસ કાઢતા કહ્યું, ‘હું દોષ આપી રહ્યો છું કારણ કે બાઇડન હજારો એવા લોકોને અમેરિકા લાવ્યા હતા, જેમને અહીં હોવું જ ન જોઇએ. તમે આવા સવાલો પૂછી રહ્યા છો, કારણ કે તમે બેવકૂફ માણસ છો.’ટ્રમ્પે કહ્યું કે, ‘બાઇડન પ્રશાસને એક કાયદો પસાર કર્યો છે, જેના કારણે અમે આ લોકોને પાછા મોકલી શકતા નથી.’ તેમણે આ સમગ્ર પરિસ્થિતિને અવ્યવસ્થા ગણાવતા કહ્યું કે, ‘અફઘાનિસ્તાનનો મામલો એક ગંદકી હતો. આ (પ્રવાસીઓને) શરૂઆતથી જ અહીં ન હોવું જોઈતું હતું.’

આ પછી ટ્રમ્પે બંને નેશનલ ગાર્ડ્સની સ્વાસ્થ્ય સ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ‘આ ઘટનામાં ઘાયલ થયેલા એક જવાન સૈનિક સારા બેકસ્ટ્રામનું મૃત્યુ થઈ ચૂક્યું છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here