WORLD : અમેરિકન એરક્રાફ્ટ લિંકન ઢીલું પડતાં ટ્રમ્પે ઉતાર્યું ખતરનાક હથિયાર, ઈરાનનું વધશે ટેન્શન

0
21
meetarticle

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધે હવે એક નવો વળાંક લીધો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાન દ્વારા બિછાવવામાં આવેલી દરિયાઈ માઈન્સ અને અમેરિકી એરક્રાફ્ટ કેરિયર્સની મર્યાદિત સક્રિયતા વચ્ચે પેન્ટાગોને પોતાની વ્યૂહરચના બદલી છે. અમેરિકાએ પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, તેઓ ઈરાન સામે ઓપરેશન એપિક ફ્યુરી હેઠળ ડ્રોન સ્પીડબોટ્સ તૈનાત કરી રહ્યા છે.

અમેરિકાની દરિયાઈ તાકાત પર દબાણ?

હાલમાં અમેરિકાના બે મોટા એરક્રાફ્ટ કેરિયર્સ સંપૂર્ણ રીતે કાર્યરત નથી. એરક્રાફ્ટ કેરિયર લિંકન પર હુમલાના સમાચાર છે, જ્યારે સૌથી શક્તિશાળી કેરિયર જેરાલ્ડ ફોર્ડ ગ્રીસમાં રિપેરિંગ હેઠળ છે. આવા સમયે દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવા અમેરિકાએ ટેકનોલોજીનો સહારો લીધો છે.

શું છે આ GARC ડ્રોન બોટ્સ?

પેન્ટાગોન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આ હાઈટેક નૌકાઓ આશરે 5 મીટર લાંબી છે. અત્યાર સુધીમાં આ બોટ્સે 450 કલાકથી વધુ પેટ્રોલિંગ કર્યું છે અને હજારો માઈલનું અંતર કાપ્યું છે. આ બોટ્સ માત્ર દેખરેખ જ નહીં, પરંતુ જરૂર પડ્યે આત્મઘાતી બનીને દુશ્મનના જહાજ સાથે ટકરાઈને તેને બ્લાસ્ટ કરી શકે છે.

રશિયા-યુક્રેન યુદ્ધની અસર

યુક્રેને રશિયાના ‘બ્લેક સી’ બેડાને દરિયાઈ ડ્રોન દ્વારા ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ સફળતા બાદ અમેરિકા પણ હવે પોતાની નૌસેનામાં માનવરહિત જહાજોની સંખ્યા વધારી રહ્યું છે. ખાસ કરીને ચીન અને ઈરાન જેવી દરિયાઈ તાકાતોને ટક્કર આપવા માટે આ લો-કોસ્ટ ટેકનોલોજી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

પડકારો અને વિવાદ

રોયટર્સના રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટમાં હજુ પણ કેટલીક ખામીઓ છે. અગાઉ ટેસ્ટિંગ દરમિયાન એક ડ્રોન બોટ પોતાની જ બીજી અન્ય નાવ સાથે ટકરાઈ હતી, જ્યારે મિડલ ઈસ્ટમાં હાલના પરીક્ષણ દરમિયાન એક બોટ અધવચ્ચે જ અટકી પડી હતી. જોકે, પેન્ટાગને આ ખામીઓ પર મૌન સેવ્યું છે અને ઓપરેશન ચાલુ રાખ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here