WORLD : અમેરિકા બાદ હવે બ્રિટન પણ વિઝા માટેના નિયમો અને અંગ્રેજીની પરીક્ષા આકરી બનાવશે

0
85
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા, સ્ટુડન્ટ વિઝા સહિતના વિઝા માટેના માપદંડો અને શરતો આકરી બનાવીને ભારતીયો માટે મુશ્કેલી ઊભી કરી છે ત્યારે હવે બ્રિટને પણ વિઝા નીતિ વધુ મુશ્કેલ બનાવવાની તૈયારી કરી છે. બ્રિટનમાં વસાહતીઓ પર વ્યાપક તવાઈના ભાગરૂપે સ્ટાર્મર સરકારે સ્કિલ્ડ વિઝા અરજદારો માટે જરૂરી અંગ્રેજી ભાષાની પરીક્ષા વધુ આકરી બનાવવાનો નિર્ણય કર્યો છે.

બ્રિટિશ સંસદમાં રજૂ કરાયેલા નિયમો મુજબ હવે સ્કિલ્ડ વર્ક વિઝા માટે અરજદારોએ એ-લેવલ (ધો.-12) સમકક્ષ અંગ્રેજી (બી2 સ્તર) બોલવા, વાંચવા, લખવા અને સમજવાની ક્ષમતા સાબિત કરી પડશે. આ માટે ‘સિક્યોર ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ’ 8 જાન્યુઆરી, 2026થી લાગુ થશે. બ્રિટિશ સરકારે કરેલા ફેરફાર વિશેષરૂપે ભારતીય વિદ્યાર્થીઓ અને દુનિયાભરના પ્રોફેશનલ્સ પર અસર કરશે.વિઝા અંગે ફેરફારોની માહિતી આપતા ગૃહ સચિવ શબાના મહમૂદે કહ્યું કે, તમે બ્રિટન આવવા માગતા હોવ તો તમારે અમારી ભાષા શીખવી પડશે અને સમાજમાં યોગદાન આપવું પડશે. આ નિયમ ઈમિગ્રેશન વ્હાઈટ પેપરનો ભાગ છે, જે ઈમિગ્રેશન નિયંત્રણોને આકરા કરવા માટે લવાયું છે. બ્રિટનમાં વિઝા નિયમોમાં થનારા આ ફેરફારોથી બ્રિટનમાં અભ્યાસ પૂરો કર્યા પછી ગ્રેજ્યુએટ રૂટ વિઝા હેઠળ નોકરી શોધવાની વર્તમાન બે વર્ષની મુદત ઘટાડીને 18 મહિના કરી દેવાશે. આ નિયમ ૧ જાન્યુઆરી ૨૦૨૭થી લાગુ થશે. જોકે, પીએચડી પાસ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની મંજૂરી પહેલાની જેમ મળતી રહેશે. બ્રિટન સરકારનું કહેવું છે કે અનેક વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ સ્તરની નોકરીઓ મેળવી શકતા નહોતા, જેનાથી તેનો આશય પૂરો થઈ રહ્યો નહોતો.

બ્રિટનમાં અભ્યાસ અથવા કામ કરવા માટે હવે વિદેશી નાગરિકોને પહેલા કરતા વધુ રૂપિયા આપવા પડશે, જેથી એ સાબિત થઈ શકે કે તેઓ પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ 2025-26 સત્રથી બ્રિટનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ તેમની પાસે ખાવા-પીવા માટે પર્યાપ્ત ભંડોળ હોય તેનું ધ્યાન રાખવું પડશે. 

આ નિયમ હેઠળ લંડનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ માસિક 1529 પાઉન્ડ અંદાજે 1.80 લાખ રૂપિયા બતાવવા પડશે. આ સિવાય લંડનની બહાર અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ હવે માસિક ૧,૧૭૧ પાઉન્ડ અંદાજે 13800 રૂપિયા દર્શાવવા પડશે. એટલે કે વિઝા મળતા પહેલા અરજદારે સાબિત કરવું પડશે કે તે આર્થિકરૂપે આત્મનિર્ભર છે.

સ્કિલ્ડ વિઝાના નિયમોમાં ફેરફારની અસર વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત રહેવાના બદલે કંપનીઓ પર પણ પડશે. જે કંપનીઓ વિદેશી કર્મચારીને નોકરી પર રાખે તો તેમણે હવે વધુ નાણાં ચૂકવવા પડશે. તેના હેઠળ નાની અથવા ચેરિટી સંસ્થાઓએ હવે પ્રતિ વ્યક્તિ વાર્ષિક 480 પાઉન્ડ (અંદાજે 56633 રૂપિયા) ટેક્સ ચૂકવવો પડશે. પહેલા તે લગભગ 42000 રૂપિયા હતો. બીજીબાજુ મોટી કંપનીઓએ પ્રતિ વ્યક્તિ વાર્ષિક 1320 પાઉન્ડ (અંદાજે 155000 રૂપિયા) ચૂકવવા પડશે, જે પહેલા 1000 પાઉન્ડ (અંદાજે રૂ. 117000) હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here